બાવળામાં ભાજપની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

0
339

બાવળામાં ભાજપની જિલ્લા કારોબારી બેઠક  જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં 30 મે થી 30 જૂન કેન્દ્રમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના નવ વર્ષ પૂર્ણ કરી રહી છે તે પ્રસંગે સમગ્ર જિલ્લામાં વિશેષ જન સંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમો વ્યાપક જનસંપર્ક. વરિષ્ઠ કાર્યકર્તા સાથે સંપર્ક. લોકસભા. વિધાનસભા અને બુથસ્તર કાર્યક્રમો યોજવામાં આવશે. જેના માધ્યમથી મોદી સરકારની નીતિ ઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ  વર્ષાબેન દોશી, ધારાસભ્યો ધંધૂકા કાળુભાઈ ડાભી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત કહ્યા હતા.