કોંગ્રેસે તુષ્ટિકરણ કર્યું, અમે ૪ ટકા મુસ્લિમ અનામત નાબૂદ કરી : અમિત શાહ
PM મોદીની લોકપ્રિયતા અપાર છે : અમિત શાહ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ૧૦ મે ના રોજ મતદાન યોજાવવાનું છે. જેને લઈને ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, “મેં કર્ણાટકના તમામ પ્રદેશોની મુલાકાત લીધી છે, જ્યાં ભાજપને તમામ તરફથી સમર્થન મળી રહ્યું છે. કર્ણાટકમાં પૂર્ણ બહુમતિથી ભાજપની સરકાર બનશે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. અમારી પાર્ટીએ 4 ટકા મુસ્લિમ આરક્ષણ નાબૂદ કર્યું છે. કારણ કે, તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવ્યું છે. કોંગ્રેસે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો કર્યા છે ત્યારે ભાજપે જવાબ આપ્યા છે. કોંગ્રેસ અનામતના વિરુદ્ધમાં છે તો PM મોદીની લોકપ્રિયતા અપાર છે. કર્ણાટકની જનતા કોંગ્રેસને સારો જવાબ આપશે.”