પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં માહોલ ખરાબ થઇ ગયો છે. પાકિસ્તાનમાં ઠેર ઠેર હિંસક દેખાવો થયો છે. જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે PM શાહબાઝ શરીફના વિશેષ મદદનીશ અત્તા તરરે દાવો કર્યો છે કે, “RSS અને ભાજપ દ્વારા મોકલવામાં આવેલા લોકો પાકિસ્તાનમાં તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. હિંસા ફેલાવનાર તમામ ભારતમાંથી આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ RSS અને BJP સાથે જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. RSS અને ભાજપે તો ઉજવણી કરી છે. ભારતમાં મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.”