મધ્ય પ્રદેશ ચૂંટણી માટે ભાજપ એ બહાર પાડી ઉમેદવારોની પાંચમી યાદી, દિગ્ગજ નેતાના પુત્રનું પત્તું કપાયું

0
209
ભાજપ મધ્ય પ્રદેશ
ભાજપ મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એ શનિવારે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં પાર્ટીએ 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 5મી યાદીમાં કોઈ સાંસદ કે કેન્દ્રીય મંત્રીનું નામ નથી. જે પ્રકારે ભાજપ એ બીજી યાદીમાં ચોંકાવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને પણ સસ્પેન્સ જાણે ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે. જેમને ગ્વાલિયરની કોઈ બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતારે એવી અટકળો હતી. 

શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ યશોધરા રાજે સિંધિયાની ટિકિટ કાપીને દેવેન્દ્રકુમાર જૈનને અપાઈ છે. યશોધરા રાજે સિંધિયા ચૂંટણી લડવાની ના પાડી  ચૂક્યા હતા. જ્યારે ભાજપ ના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયની ટિકિટ પણ કપાઈ છે. ઈન્દોર-3થી રાકેશ ગોલુ શુક્લને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. આકાશ વિજયવર્ગીય હાલ ઈન્દોર-3થી ભાજપના ધારાસભ્ય છે. બીજી બાજુ ગ્વાલિયર પૂર્વથી માયા સિંહ અને ગ્વાલિયર સાઉથથી નારાયણ સિંહ કુશવાહને ટિકિટ મળી છે. 

બીજી બાજુ બડવાહ સીટથી કોંગ્રેસ છોડીને ભાજપ માં સામેલ થયેલા સચિન બિરલાને ટિકિટ મળી છે. આ સાથે જ ભોપાલ દક્ષિણ પશ્ચિમ વિધાનસભા બેઠકથી પૂર્વ મંત્રી ઉમાશંકર ગુપ્તાની પણ ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ ભગવાન દાસ સબનાની પર પાર્ટીએ ભરોસો જતાવ્યો છે. બાલાઘાટથી મંત્રી ગૌરીશંકર બિસેનની ટિકિટ કાપીને તેમની પુત્રી મૌસમ બિસેનને ટિકિટ મળી છે. 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સિદ્ધાર્થ રાજ તિવારીને પણ ભાજપે ત્યોંથરથી મેદાનમાં ઉતાર્યા છે.

માં કોઈ સાંસદ કે કેન્દ્રીય મંત્રીનું નામ નથી. જે પ્રકારે ભાજપ એ બીજી યાદીમાં ચોંકાવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને પણ સસ્પેન્સ જાણે ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે. જેમને ગ્વાલિયરની કોઈ બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતારે એવી અટકળો હતી. 