આજે ભાજપ-કોંગ્રેસનો ટેસ્ટ: લોકસભા 2024ની દિશા કરશે નક્કી !

1
183

વિધાનસભા ચૂંટણી પરિણામોમાં શરૂઆતી ટ્રેન્ડ પર ભાજપ -કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે .ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ આવવાના શરુ થઇ ગયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ લગભગ દરેક બેઠકો પર ક્યારેક આગળ અને ક્યારેક પાછળ જોવા મળી રહ્યા છે. ફાઇનલ પરિણામ પર સૌની નજર રહેશે કારણકે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આગામી લોકસભા ૨૦૨૪ની દિશા નક્કી કરશે.કેવો રહેશે ચાર રાજ્યોમાં જનાદેશ ચાર રાજ્યોમાં પરિવર્તન કે પુનરાવર્તન પાંચ રાજ્યોના સર્વે શુ કહી રહ્યા છે.અને પરિણામો નક્કી કરશે લોકસભા 2024ની હવા તે પણ આજે જોવા મળશે. રાજસ્થાનમાં સત્તાનું પુનરાવર્તન થશે ? તે પણ સવાલનો જવાબ મળી જશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની જનતાનો મુડ કેવો છે ? અને છતીસગઢમાં ભાજપ મારશે બાજી ? તથા તેલંગાણામાં કેસીઆર કે કોંગ્રેસ ? તે પણ આવનારા થોડા કલાકોમાં જોવા મળશે . હાલના ટ્રેન્ડ પ્રમાણે ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં દ્વિપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે .

રાજસ્થાન , મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે . જયારે તેલંગાણામાં ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે . પરિણામો આવવાના શરુ થઇ ચુક્યા છે.ગુજરાતમાં ચૂંટણી પરિણામોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે સ્થાનિક નેતાઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા તેમને ભારે ઉત્સુકતા છે. રાજસ્થાનમાં કોંગ્રેસના અનેક મહારથીઓ હારનો સ્વાદ ચાખશે તેવું સટોડિયાઓ તેમના બજારમાં ચર્ચા કરી રહ્યા છે. રાજસ્થાનમાં સટ્ટો બહુમતી પર રમાયો છે . જેમાં ૧૧૭ બેઠકો ભાજપ ને જેમાં ૧ રૂપિયાથી ૨૫ પૈસા અને કોંગ્રેસને ૭૦ બેઠકો પર ૧.૨૫ રૂપિયાથી ૧ રૂપિયાની ઓફર હાલ થઇ રહી છે. સટ્ટા બજારના અનુમાન પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

મધ્ય પ્રદેશમાં 114 થી 116 બેઠકો પર કોંગ્રેસ અને 110 થી 112 બેઠકો પર ભાજપને સફળતા મળશે તેવું ફ્લોદીના સટોડિયા કહી રહ્યા છે. આ ઉપરાંત છતીસ ગઢના અનુમાન જોઈએ તો કોંગ્રેસને 47 થી 52 બેઠકો અને ભાજપને 39 થી 45 બેઠકો મળી શકે છે. ફ્લોદીના સટ્ટા બજારના જાણકારો કહી રહ્યા છે કે લોકસભા 2024 ચૂંટણીમાં ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી સરકાર બનાવશે જેમાં અંદાજે 350 જેટલી બેઠકો મળી શકે છે. અને ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે .

1 COMMENT

Comments are closed.