બિપરજોયની ગુજરાતમાં અસરમાં દ્વારકા અને સોમનાથમાં મંદિર સુધી એન્ટ્રી સાથે જ દરિયાના ઊંચા ઉછળતા મોજા જોવા મળી રહયા છે.ગુજરાતની નજીકના આ બને જગ્યા ચક્રવાત બિપરજોયની ભારે અસર જોવા મળી રહી છે. બિપરજોય ચક્રવાત ગુજરાત માં પોતાની હાજરી બતાવી રહ્યું છે.મોટા મોટા અવાજ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.ભારે પવન અને વરસાદ થી દરિયાકિનારાના સ્થળોએ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૫ જુનએ એન્ટ્રી સાથે લેન્ડફોલ થશે જેમાં ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પસાર થવાનું છે.કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઇ શકે.તેની અસર હાલ સોમનાથમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં દ્વારકા અને સોમનાથ બંને હિંદુઓ માટે મહત્વપૂર્ણ સ્થાનો છે.અહીં પણ ચક્રવાતની અસર જોવા મળે છે.દ્વારકા જીલ્લામાં ૪૦૦ થી વધુ શેલ્ટર હોમની ઓળખ કરવામાં આવી છે અને લોકોને અહીં પુરતી સુવિધા મળે એનું ધ્યાન આપવામાં આવી રહયું છે.દ્વારકાનું રીલે ટાવર તોડી નખાયું છે પણ અહી તેના સ્થાને નવું ટાવર બનાવામાં આવશે.
દ્વારકા અને સોમનાથ મંદિર પાસે લોકો ને ના આવવા માટે કહેવામાં આવી રહયું છે.ચેતવણીના ઠેર ઠેર બોર્ડ લગાવામાં આવ્યા છે,આવામાં દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજ લેહરાવમાં આવ્યા છે. મંદિરના ૫૦ મીટર ઊંચા શિખર પર ૫૨ યાર્ડણો ધ્વજ દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે.પંડિતનું કહેવું છે કે,જોરદાર પવનના લીધે ટોચ સુધી ધ્વજ લેહરાવો શક્ય નથી,તેથી બે ધ્વજ કરવામાં આવ્યા છે.
આવામાં NDRF-SDRFના જવાનો ખડે પડે જોવા મળી રહ્યા છે.જેમાં ૧૫ ટીમ NDRF અને ૧૨ ટીમ SDRF ની તૈનાત કરવામાં આવી છે.પીએમ નરેન્દ્ર મોદીએ સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓ સાથે સમીક્ષા કરી રહયા છે.સીએમ ભુપેન્દ્ર પટેલ પણ વિડીઓ કોન્ફરન્સ સતત કરીને સમીક્ષા કરી રહયા છે.જેનાથી જરૂર પડે તો એલર્ટ મોડમાં જલ્દી થી પગલા લઇ શકાય.
અત્યંત તીવ્ર ચક્રવાત વાવાઝોડું બિપરજોય ગુરુવાર ૧૫ જુન બપોરે ૧૫૦ કિમીની ઝડપે પવન સાથે કચ્છ જીલ્લાના જખૌ બંદર પર પહોંચશે.દરિયાકાંઠે અવરોધાયા બાદ તેની ગતિ ધીમી થઇ જશે અને તે વિખારવાની શરૂવાત કરી દેશે.
વધુ માહિતી અને મેપમાં જોવા માટે ક્લીક કરો:-