બિપયજોય વાવાઝોડું બન્યું પ્રચંડ

0
67
બિપયજોય વાવાઝોડું બન્યું પ્રચંડ

બિપયજોય વાવાઝોડું બન્યું પ્રચંડ બન્યું છે અને દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે .બિપયજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ તરફના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. દરિયાકાંઠા વિસ્તારના તમામ જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે તે ઉપરાંત  પ્રવાસીઓ માટે તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાત ના દરિયાઈ કિનારા તરફ ધીમી ગતિએ આગળ ત્યારે ચોરવાડ બંદર પર સમૂદ્ર કિનારા પર ભયજનક સિંગલ સાથે તંત્ર દ્વારા સમુદ્ર કિનારા તરફ લોકો ન જાવા અપીલ કરવામાં આવી છે. હાલ સમુદ્ર ની અંદર બીપોરજોય નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે જે ગુજરાત ના દરિયાઈ કાંઠા ના વિસ્તાર ને અસર પહોંચાડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અને તંત્ર દ્વારા દરિયા કિનારા વિસ્તારના લોકોને અને માછીમારો સુચના આપવામાં આવી છે.

જૂનાગઢ ના માળીયા હાટીનાના માંગરોળ બંદર પર જોરદાર પવન સાથે દરિયાની લહેરો માં જોવા મળ્યો હતો જોરદાર કરન્ટ. જૂનાગઢ માંગરોળ ના દરિયામાં જોરદાર પવન સાથે વાવાઝોડાનો કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે સમુદ્ર ની લહેરો 15 થી 20 ફૂટ ઊંચે સુધી જોવા મળી રહી છે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારો અને લોકો ને સમુદ્ર તરફ ન જાવા અપીલ કરવામાં આવી રહી છે અને માછીમારો ની બોટો ને અન્ય સલામત જગ્યા પર ખસેડવામાં આવી રહી છે

બિપયજોય વાવાઝોડું બન્યું પ્રચંડ

દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા હાટીના ના 47 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આવનારી 14 અને 15 તારીખ ના રોજ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી અને 60થી 80 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે  અને રાહત બચાવ ની તમામ કામગીરી માટે તંત્ર સજ્જ છે તેવું જુનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા દ્વારા જણાવાયું છે

કચ્છના બંદરો પર ભયજનક 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને નવસારી થી લઈને કચ્છ સુધીનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો ગાંડોતુર બન્યો છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જીલ્લા પોલીસ તંત્ર ખડેપગે દરિયાકાંઠે સતર્ક છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરસ્થ્રા , કચ્છ ઉત્તર ગુજરાત,દક્ષીણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહેશે. અને તાપમાનમાં 2 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.ભાવનગર જીલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની સંભવિત અસર હેઠળ દરિયાકાંઠે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.

દરિયાકિનારે બિપરજોય વાવાઝોડાને લઇ કલમ 144 લાગુ

સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રનો નિર્ણય

બિપયજોય વાવાઝોડું બન્યું પ્રચંડ

આગામી 5 દિવસ હવામાન ખાતાની આગાહી પ્રમાણે 13 જુન થી 15 જુન સુધી ભારે પવન ફુંકાવાની શક્યતાઓ છે. અને 40 થી 50 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.