Bihar : આ પોલીસવાળા ગુંડાની હરકત તો જોવો, દલિત મહિલાને માર્યો ઢોર માર

0
506
bihar
bihar

Bihar :  તમે વિચારો છો કે ભારત 21મી સદીમાં પહોંચી ગયું છે તો એક વાર તમારે આ વિડીયોને જોઈને ફરી એકવાર વિચાર કરી લેવો જોઈએ. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા પરંતુ હજુ આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી શક્યા નથી. દેશમાં આજે પણ દલિત સમાજ સામે સમાવેશી વિચારધારા અને સમાનતાની માનસિકતાની ઉણપ છે, બિહાર (Bihar) ના સીતામઢી જિલ્લામાં દલિત મહિલા પર એક વર્દીધારી પોલીસકર્મીએ  એક ઢોરને માર મારતા હોય તેમ લાકડીઓથી માર માર્યો હતો.      

bihar dalit mahila

(Bihar) શનિવારે સીતામઢી જિલ્લાના સુરસંદ બજારમાં ખાકી વર્દીમાં એક મહિલાને લાકડીથી મારવામાં આવી હતી. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુનિફોર્મમાં આવેલો વ્યક્તિ પોલીસ જેવો દેખાઈ રહ્યો છે, પરંતુ જે નિર્દયતાથી તે મહિલાને તેના દંડાથી ફટકારી રહ્યો છે તેનાથી તે કોઈ ગુંડાથી ઓછો દેખાતો નથી. જો કે યુનિફોર્મ પહેરનાર વ્યક્તિ સુરસંદ પોલીસ સ્ટેશનના વડા હોવાનું બહાર આવ્યું છે.  

(Bihar) :  એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે તો બીજી તરફ આ સરકારની પોલીસ તેની વિચારસરણીને તોડફોડ કરી રહી છે. રાજ્યના વડા નીતિશ કુમારની બિહાર પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. મામલો (Bihar) બિહારના સીતામઢી જિલ્લાનો છે, જ્યાં સુરસંદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનો ગુંડા ચહેરો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન હેડ રાજકિશોર સિંહ ઈન્સ્પેક્ટર છે. ઘટના પર સૂત્રોનું માનીએ તો  બે મહિલાઓ એકબીજામાં ઝઘડી રહી હતી. આ જોઈને પોલીસ સ્ટેશનના વડાનો ગુસ્સો આવી ગયો. અને તેઓએ એક મહિલાને લાકડીઓ વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

bihar

Bihar : મારપીટનો ભોગ બનેલી દલિત મહિલા

તમને જણાવી દઈએ કે સમગ્ર મામલો સીતામઢી જિલ્લાના સુરસંદ પોલીસ સ્ટેશનનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રાજ કિશોર સિંહ એક દલિત મહિલાને ગુંડાની જેમ લાકડીઓ વડે માર મારી રહ્યા છે. આ દરમિયાન મહિલા ડરી ગયેલી દેખાય છે, પરંતુ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ તેના પર લાઠીચાર્જ કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરસંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમ ઈન્સ્પેક્ટર રાજ કિશોર સિંહનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરસંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના આ અમાનવીય કૃત્ય સામે પગલાં ભરવાની માંગ લોકો કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

Japan Earthquake :  જાપાનમાં મોટો ભૂકંપ, ભારતીયો માટે જાહેર કરાયો ઇમરજન્સી નંબર