જાતિ વસ્તીગણતરી મામલે બિહાર સરકાર માટે સારા અને મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે હાલમાં વસ્તીગણતરી કેસની સુનાવણી દરમિયાન કોઈપણ જાતનો હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે કોઈપણ રાજ્યને કામ કરતા રોકી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું હતું કે નીતિ વિષયક બાબતો પર કોઈ પણ સરકારને નિર્ણયો લેતા અટકાવવું ખોટું કહેવાય. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બિહાર સરકારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરી ના વિવિધ જાતિના આંકડા જાહેર કર્યા હતા. આ ગણતરી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે,જાતિ આધારિત ડેટા ગેરકાયદેસર રીતે એકત્રિત કરવામાં આવ્યો છે. તેના પર કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે યથાસ્થિતિ જાળવી રાખવા માટે કોઈ પ્રકારનો પ્રતિબંધ કે આદેશ આપવા માંગતા નથી. નીતિ વિષયક બાબતો પર સરકારને રોકવી ખોટું હશે. જો કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર પાસેથી ચાર સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં કરશે.
બિહાર : જાતિ સર્વે ના પરિણામ જાહેર થયા બાદ નીતિશે જણાવી ભવિષ્યની યોજના, બીજેપી કાળઝાળ – વધુ વાંચવા અહી કલિક કરો
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજદારોને કહ્યું કે, હાઈકોર્ટનો આદેશ ખૂબ જ વિગતવાર છે કે પોલિસી માટે ડેટા શા માટે જરૂરી છે. ડેટા હવે સાર્વજનિક થઈ ચુક્યો છે. તો હવે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો..? તેના પર અરજદારોના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડની રાહ જોયા વગર આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, આ અંગે થોડો વિચાર કરવાની જરૂર છે. હાઈકોર્ટનો નિર્ણય ખૂબ જ વિગતવાર છે. બધી નીતિઓ ડેટા દ્વારા સંચાલિત હોય છે. કોર્ટે કહ્યું કે, પરંતુ અમારે નક્કી કરવાનું છે કે કેટલી હદે માહિતી સાર્વજનિક કરી શકાય.

તમને જણાવી દઈએ કે જસ્ટિસ ખન્નાએ બિહાર સરકારને પણ કેટલાક સવાલ પૂછ્યા છે. સુનાવણી દરમિયાન તેમણે બિહાર સરકારને પૂછ્યું કે તમે આ ડેટા કેમ જાહેર કર્યો..? તેના પર બિહાર સરકારના વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે તેનું વિશ્લેષણ કરવું પડશે. આ અંગે કામ કરવું પડશે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર સરકારે બિહારના જાતિગત વસ્તીગણતરી સર્વેક્ષણ ના આંકડા જાહેર કર્યા છે. જાતિ સર્વેક્ષણ મુજબ બિહારની કુલ વસ્તી 13 કરોડની આસપાસ છે. રિપોર્ટ અનુસાર અત્યંત પછાત વર્ગ 27.12 ટકા, અત્યંત પછાત વર્ગ 36.01 ટકા, અનુસૂચિત જાતિ 19.65 ટકા, અનુસૂચિત જનજાતિ 1.68 ટકા અને બિન અનામત એટલે કે ઉચ્ચ જાતિ 15.52 ટકા છે.
દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
સુકેશે જેક્લિનના ફોટા પર ટિપ્પણી કરવા બદલ મીકા સિંહને ફટકારી કાનૂની નોટિસ
“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો
ભારતીય સ્ટેટ બેંક ના કરોડો ગ્રાહકો માટે નવી સુવિધા,વાંચો અહીં
સચિન તેંડુલકર અને હરભજન સિંહની કોમેન્ટરી : મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભારંભ
સાઉથ એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે
શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા
“હું તમને એક રહસ્ય કહું…”, KCR NDAમાં જોડાવા માંગતા હતા : વડાપ્રધાન મોદી