HomeEntertainment33 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે બિગબી અને રજનીકાંત

33 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે બિગબી અને રજનીકાંત

33 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે બિગબી અને રજનીકાંત 

થલાઈવા 170′માં સાથે મોટાપડદા પર આવશે બન્ને મેગાસ્ટાર્સ 

33 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે બિગબી અને રજનીકાંત . જ્યાં એક તરફ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માટે લોકોનો ક્રેઝ અલગ સ્તર પર છે, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો પણ ઓછા દિવાના નથી. બંને સ્ટાર્સ પોતપોતાના ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર  છે, ચાહકો માત્ર તેમને પસંદ જ નથી કરતા પરંતુ તેમની પૂજા પણ કરે છે. જો આ બંને સુપરસ્ટાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે તો તે ચાહકો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હશે. તો તમારું સપનું સાકાર થવાનો સમય આવી ગયો છે, કારણ કે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત એક જ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે.

રજનીકાંતે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી હતી

 32 વર્ષ પછી ફરી એકવાર અમિતાભ બચ્ચન અને સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બંને સાથે કામ કરવા તૈયાર છે. રજનીકાંતની 170મી ફિલ્મમાં અમિતાભ બચ્ચને જોરદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મનો આ બંનેનો ફર્સ્ટ લૂક પણ તાજેતરમાં જ સામે આવ્યો હતો. તાજેતરમાં જ સુપરસ્ટાર રજનીકાંતે પણ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે બિગ બી સાથે એક ફોટો શેર કરીને આ ખુશી વ્યક્ત કરી હતી. થલાઈવાએ પોતાના એક્સ (ટ્વીટર) પર લખ્યું, ’33 વર્ષ પછી ફરી એકવાર હું મારા માર્ગદર્શક અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘થલાઈવર 170’માં કામ કરી રહ્યો છું. મારું હૃદય આનંદથી કૂદી રહ્યું છે. રજનીકાંતની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આ જોડીને એકસાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત લાગે છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments