Vacation: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો કઈ તારીખથી શરૂ થશે શાળાઓ

0
562
Vacation: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો કઈ તારીખથી શરૂ થશે શાળાઓ
Vacation: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો કઈ તારીખથી શરૂ થશે શાળાઓ

School Vacation: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે, લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશન (Summer vacation) લંબાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી, ત્યારે શિક્ષણ વિભાગ તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

Vacation: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો કઈ તારીખથી શરૂ થશે શાળાઓ
Vacation: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો કઈ તારીખથી શરૂ થશે શાળાઓ

છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખૂલશે તેની તારીખને લઈને અસમંજસ ચાલી રહી હતી. વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી. તો સાથે જ શાળાઓ મોડી ખૂલશે તેવી અફવા પણ ફેલાઈ હતી. ત્યારે આખરે આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામા આવી છે. સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થઈ જશે. વેકેશન લંબાવવાની વાત ખોટી છે.

School Vacation: વેકેશનની તારીખ અંગે સ્પષ્ટતા


આ વર્ષે ગુજરાત સહીત સમગ્ર દેશમાં ગરમીએ પોતાના તમામ રેકોર્ડ તોડ્યા છે. આકરા તપના વચ્ચે રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, ગરમીને ધ્યાનમાં રાખીને સમર વેકેશન (Summer vacation)ની તારીખોમાં ફેરફાર કરવામાં આવે અને સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને વેકેશનને લંબાવવામાં આવશે નહીં.

ગરમીને લઈને વેકેશન લંબાવવા થઇ હતી રજૂઆત


ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા અંગે પત્ર લખ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવના કારણે શાળાના ઉનાળુ વેકેશનનો સમય એક અઠવાડિયુ લંબાવવાની રજૂઆત કરી હતી. પત્રમાં શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનના બદલે 20 જૂને શરુ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. સાથે જ દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા દરખાસ્ત કરી હતી.

વધુમાં અરજીમાં લખ્યું હતુ કે, તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની ખાસ જરૂરીયાત છે.

આમ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી વેકેશન લંબાવવાની માંગ સ્વીકારવામાં આવી નથી. તેથી હવે સ્કૂલોમાં 13 જૂનથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે.

13મી જૂનથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા બાદ રાજ્યભરની સ્કૂલોમાં 13મી જૂનથી જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદના અમી-છાંટણા પડ્યા છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 10મી જૂન આસપાસથી ચોમાસું બેસી જાય તેવી પણ આગાહી કરી છે. એવામાં સ્કૂલો શરૂ થાય ત્યારે શક્ય છે કે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેથી બાળકોને ગરમીથી રાહત મળી શકે છે.

સ્ટેશનરી માર્કેટમાં તેજી

આ બધા વચ્ચે જયારે ઉનાળુ વેકેશન (Summer vacation) પૂર્ણતાના આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે જ સ્ટેશનરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ વખતે વાલીઓ માટે રાહતના સમાચાર છે. આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થયો નથી. ગત વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો. જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની હતી. જો કે આ વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો