Big Twist in Firing Case: ફાયરિંગ કેસમાં મોટો વળાંક: યશરાજસિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધાયો, ACP ફરિયાદી બન્યા

0
148
Firing Case
Firing Case

Big Twist in Firing Case: ભાવનગર જિલ્લાના રાજવી પરિવાર સાથે જોડાયેલા અને કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ તથા તેમની પત્ની રાજેશ્વરીબાના મોતના રહસ્યમાં અંતે મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માતે મોત તરીકે નોંધાયેલા આ બનાવમાં હવે પોલીસે યશરાજસિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એ ડિવિઝનના ACP જે.ડી. બ્રહ્મભટ્ટ ફરિયાદી બન્યા છે.

Big Twist in Firing Case: પ્રાથમિક તપાસ બાદ બદલાયો કેસનો દિશામાન

Big Twist in Firing Case

ઘટના બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ બાદ મામલાએ નવો વળાંક લીધો. પીએમ રિપોર્ટ મુજબ બંનેના મોતનું કારણ માથામાં વાગેલી ગોળીથી થયેલો શોક અને ભારે રક્તસ્રાવ હોવાનું સામે આવ્યું છે.

Big Twist in Firing Case: રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે તે શક્ય નહીં

પોલીસ તપાસમાં મહત્વની બાબત સામે આવી છે કે ઘટનામાં વપરાયેલ રિવોલ્વર આકસ્મિક રીતે ફાયર થાય તેવું શક્ય નથી. રિવોલ્વરના ટ્રિગરને ચોક્કસ રીતે અને પૂરતા બળ સાથે દબાવ્યા વગર ગોળી છૂટે નહીં, જે પરથી પોલીસે તારણ કાઢ્યું છે કે યશરાજસિંહે જ ઈરાદાપૂર્વક પોતાની પત્ની રાજેશ્વરીબાના માથામાં ગોળી મારી હત્યા કરી હતી. બાદમાં તેમણે પોતે પણ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હોવાનો ગુનો નોંધાયો છે.

Big Twist in Firing Case

રિવોલ્વરમાં માત્ર બે ગોળી, તપાસમાં શંકા

પોલીસને રિવોલ્વરમાંથી માત્ર બે ગોળી મળી છે, જ્યારે રિવોલ્વરમાં ચાર ગોળી હોવાની શક્યતા પણ તપાસમાં સામે આવી છે. આ મુદ્દે પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે અને બાકીની ગોળીઓ અંગે તપાસ ચાલુ રાખી છે.

FSL અને ફિંગરપ્રિન્ટ તપાસ ચાલુ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે રિવોલ્વર કબજે લઈ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપ્યો છે. સાથે જ ફિંગરપ્રિન્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસને વધુ તેજ કરવામાં આવી છે.

આ હાઈપ્રોફાઇલ કેસને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે.

આ પણ વાંચો :Alpesh Thakor :26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન, ‘અભ્યુદય’ કાર્યક્રમથી ઠાકોર સમાજમાં નવાજૂનીના સંકેત