ઉત્તરાખંડમાં ગુજરાતીઓને નડ્યો મોટો અકસ્માત: બસ ખીણમાં પડતાં 7 યાત્રાળુઓના મોત, 27 ઘાયલ

0
82
અકસ્માત
અકસ્માત

ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતી ઓને એક મોટો અકસ્માત નડ્યો છે. ગંગોત્રી તરફ આવી રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 ગુજરાતી મુસાફરોના મોત થયા છે. જ્યારે 19 મુસાફરોને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 32-33 લોકો સવાર હતા. આ અકસ્માત માં 27 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.

ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરે લગભગ 3:00 વાગ્યે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેસેન્જર બસમાં 35 મુસાફરો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ કરવામાં આવતા એસડીઆરએફે સ્થાનિક લોકોની મદદથી 19 ઘાયલ મુસાફરોને તરત જ બચાવી લીધા છે. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે, હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે. મુસાફર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.

ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ, 108 સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક લોકોની મદદથી 27 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. પેસેન્જર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી ત્યારે પાસ અચાનક ખીણમાં પડી હતી. સદનસીબે, બસ રોડ નીચે ઉતરીને ઝાડમાં ફસાઈ હતી.