વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત

0
206
વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત
વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત

વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના

9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગી

દુર્ઘટનામાં 50થી વધુ લોકોના મોત

વિયેતનામની રાજધાની હનોઈના એક એપાર્ટમેન્ટ બ્લોકમાં બુધવાર (13 સપ્ટેમ્બર)ના રોજ મધ્યરાત્રિએ સ્થાનિક સમયાનુસાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 50 લોકોના મોત થયા છે. આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં   છે  

વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં એક સાંકડી ગલીમાં આવેલી હતી. જો કે, આગ લાગ્યા બાદ રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે લગભગ 70 લોકોને બ્લોકમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 54 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પીડિતોમાં ઘણા બાળકો પણ સામેલ છે

વિયેતનામની રાજધાની હનોઈમાં એક ઈમારતમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. રાત્રે લાગેલી આગ બાદ આજે દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. એએફપીના અહેવાલો અનુસાર, બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી, એપાર્ટમેન્ટ બ્લોકમાં માત્ર એક જ બહાર નીકળો હતો અને કોઈ ઇમરજન્સી દરવાજો નહોતો.

આ આગાઉ પણ બની ચુકી છે ભીષણ આગ લાગવાની ઘટનાઓ

વિયેતનામમાં એક વર્ષ પહેલા, હો ચી મિન્હ સિટીના વેપારી કેન્દ્રમાં ત્રણ માળના કરાઓકે બારમાં આગમાં 32 લોકોના મોત થયા હતા. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ બાર માલિકની નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં પણ હો ચિન મિન્હ સિટીના એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા હતા. આ પહેલા 2016માં હનોઈમાં કરાઓકે બિલ્ડિંગમાં આગ લાગવાથી 13 લોકોના મોત થયા હતા.

વાંચો અહીં સનાતન ધર્મ અંગે નિવેદનનો વિવાદ ઉધયનિધિ સ્ટાલિન સામે વધુ એક ફરિયાદ