આનંદો, આઈઆઈટી કાનપુરને મોટી સફળતા

0
49
Big success to IIT Kanpur
Big success to IIT Kanpur

કૃત્રિમ વરસાદનું સફળતા પૂર્વક પરીક્ષણ

ખેડૂતોને મોટી રાહત આપવામાં આવશે

આઈઆઈટી કાનપુર એ કૃત્રિમ વરસાદનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે. નિષ્ણાતોનો દાવો છે કે, જો જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘણા દિવસો સુધી વરસાદ નહીં પડે તો આઈઆઈટી કાનપુર તરફથી કૃત્રિમ વરસાદ દ્વારા લોકોને અને ખેડૂતોને રાહત આપવામાં આવશે.  સમગ્ર મામલે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું છે કે, “અમે લગભગ છ વર્ષ પહેલાઆઈઆઈટી કાનપુરમાં કૃત્રિમ વરસાદનું પરીક્ષણ કર્યું હતું. જો કે, તે પછી અચાનક કોરોના કાળ આવ્યો અને તમામ તૈયારીઓ ખોરવાઈ ગઈ હતી. ત્યાં ઘણા સાધનો હતા કે જે અમેરિકાથી લાવવાના હતા અને તેમાંથી સૌથી મહત્વનું સાધન સેસના એરક્રાફ્ટ હતું. જે પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. એટલું જ નહીં, ડીજીસીએની પરવાનગી મેળવવામાં પણ સમય લાગ્યો હતો. જો કે, હવે સંપૂર્ણ સેટઅપ થઈ ગયું છે. અમે તેનું સતત પરીક્ષણ કરતા રહીશું અને વરસાદ માટે વાદળો હોવા જરૂરી રહેશે. તેથી, જો વાદળછાયું હોય અને વરસાદની જરૂર હોય, તો અમે કૃત્રિમ વરસાદ કરીને લોકોને ભીંજવીશું.

કૃત્રિમ વરસાદનું સફળતા પૂર્વક પરીક્ષણ

બાબતની માહિતી મળ્યા બાદ, આઈઆઈટીની આ કવાયતની સરકાર દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, આ મામલે તેઓ આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોને શક્ય તમામ મદદ પૂરી પાડશે. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.