Big Relief After 10 Years:હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી

0
119
Big Relief
Big Relief

Big Relief After 10 Years:સુરત સેશન્સ કોર્ટે ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખતા આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે. મહત્વનું છે કે અમરોલી પોલીસ સ્ટેશન રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો. જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી જેને સુરતની સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જેથી તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી આઝાદી મળી છે. 

Big Relief After 10 Years

Big Relief After 10 Years:પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ સરકારે રાહત આપી

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ બાદ સરકારે હવે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી છુટકારો આપ્યો છે.

Big Relief After 10 Years:સરકારનો મહત્વનો નિર્ણય

પાટીદાર આંદોલનને દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ સામેનો રાજદ્રોહનો કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. સુરત સેશન્સ કોર્ટના આજના નિર્ણય બાદ ચારેય આરોપીઓને કાનૂની રાહત મળી છે.

Big Relief After 10 Years

Big Relief After 10 Years:રાજકીય વર્તુળોમાં ચર્ચા

કોર્ટના આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. દસ વર્ષ જૂના કેસમાં મળી રહેલી રાહતને પાટીદાર સમાજ અને રાજકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Rahveer Scheme:હાઈવે અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે ₹25 હજારનું ઇનામ, ગડકરીની મોટી જાહેરાત