Gujarat Rain: ગુજરાત માથે મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

0
194
Gujarat Rain: ગુજરાત પર મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ
Gujarat Rain: ગુજરાત પર મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

Gujarat Rain: સમગ્ર ગુજરામાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે અનેક જીલ્લાઓ જળ મગ્ન થયા છે ભારે વરસાદની સ્થિતિને પગલે આખે આખા ગુજરાતની સ્થિતિ વણસી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે 11 જીલ્લામાં રેડ અલર્ટ આપ્યા છે.

Gujarat Rain: ગુજરાત પર મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ
Gujarat Rain: ગુજરાત પર મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

Gujarat Rain: 11 જીલ્લામાં રેડ અલર્ટ

હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકેની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમા 11 જીલ્લામાં રેડ અલર્ટ આપી દીધુ છે એટલે કે મેઘરાજા હજુ પણ ગુજરાત ઘમરોડશે. હવામાનની આગાહી મુજબ અત્યંત ભારે પવન ફુકાશે અને ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજા તાંડવ મચાવશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માં પણ મેઘો ભરપૂર વરસી શકેની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે.                                                                                                                                                                                    

Gujarat Rain: ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

મુખ્યમંત્રીને દિલ્હીથી ફોન

તહેવારોમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજ્યમાં વહેલી સવારે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સવારે રાજ્યના 144 તાલુકામાં વરસાદી માહોલ (Gujarat Rain) નોઁધાયો. ત્યારે હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે. તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક ચર્ચા કરી વિગતો મેળવી હતી. વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ રાહત બચાવ કામગીરી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો