ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો

0
71
Big blow to New Zealand team before Cricket World Cup
Big blow to New Zealand team before Cricket World Cup

ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો

ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત

ક્રિકેટ વર્લ્ડ કપમાં નહીં રમી શકે માઈકલ બ્રેસવેલ

ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાના કારણે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. બ્રેસવેલ ન્યૂઝીલેન્ડનો બીજો મોટો ખેલાડી છે જે ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે, આ પહેલા કેપ્ટન કેન વિલિયમસન પણ લિગામેન્ટ સર્જરીને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વિલિયમસનને આ ઈજા IPL-2023 દરમિયાન થઈ હતી. ભારત આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે અને તે ઓક્ટોબર-નવેમ્બર 2023માં રમાશે.બ્રેસવેલની વાત કરીએ તો તેને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડમાં ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન ઈજા થઈ હતી. શુક્રવારે વર્સેસ્ટરશાયર તરફથી રમતા યોર્કશાયર સામેની મેચમાં 11 રન બનાવીને તે પેવેલીયનમાં પરત ફર્યો હતો.બ્રેસવેલની ઈંગ્લેન્ડમાં સર્જરી કરવામાં આવશે.તેને ફ્રેકચર થયું હોવાથી સર્જરી કરવાની જરૂર પડી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે માઈકલ બ્રેસવેલની ઈજાનું ઓપરેશન યુકેમાં કરવામાં  32 વર્ષીય ઓલરાઉન્ડરને તેમાંથી સાજા થવામાં લગભગ 6 થી 8 મહિનાનો સમય લાગશે. ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે ઈજા રમત અને ખેલાડી સાથે જોડાયેલી બાબત છે. માઈકલ બ્રેસવેલ પોતાની ઈજા માટે દિલગીર છે. તે એ વાતથી વધુ નિરાશ છે કે તે ODI વર્લ્ડ કપ નહીં રમી શકે. ઓપરેશન બાદ તે હાલમાં પોતાના રિહેબ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ચક્રવાત અંગેના સમચારા વાંચો અહીં