BHUPENDRA PATEL IN DELHI :  ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં, રૂપાલા મામલે સમાધાન માટે PM સાથે થઇ શકે છે બેઠક

0
363
BHUPENDRA PATEL IN DELHI
BHUPENDRA PATEL IN DELHI

BHUPENDRA PATEL IN DELHI : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11.30 વાગ્યે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં બપોરે 3 વાગ્યે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે બેઠક યોજાનાર છે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. હજુ 4 દિવસ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી ગયા હતા.

BHUPENDRA PATEL IN DELHI

BHUPENDRA PATEL IN DELHI :  નવી સરકારની કામગીરીની ચર્ચા માટે રૂપાલા દિલ્હી ગયા

BHUPENDRA PATEL IN DELHI


BHUPENDRA PATEL IN DELHI :  ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે અને ભાજપના નેતાઓ સાથેની મંત્રણા પણ પડી ભાંગતા હવે તેમની ટિકિટ કાપવી તેનાથી નમતું જોખવા ક્ષત્રિયો તૈયાર નથી. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી ચૂંટણી બાદ ફરી ભાજપ સરકાર બને તો તેના 100 દિવસમાં કરવાની કામગીરી પર ચર્ચા કરી, તેમાં કેન્દ્રીય મંત્રી હોવાના નાતે રૂપાલા પણ દિલ્હી ગયા હતા. આ તરફ રાજપૂતોની સમજાવટ માટે ગયેલા ભાજપના નેતાઓએ પણ આખરી ફેંસલો દિલ્હીમાં બેસેલું ભાજપનું મોવડી મંડળ કરશે તેવું નિવેદન આપી ચૂક્યું છે.

BHUPENDRA PATEL IN DELHI :  રૂપાલાની ઉમેદવારીને લઈને ભાજપ ભીંસમાં

BHUPENDRA PATEL IN DELHI


BHUPENDRA PATEL IN DELHI :  સરકાર બન્યા પછીના 100 દિવસની કામગીરીના એજન્ડા તૈયાર કરવા માટે હવે પછીના મંત્રીમંડળના સંભવિત સભ્યો હાજર રહે તે સ્વાભાવિક છે. રૂપાલાની ઉમેદવારીને લઈને ભાજપ ભીંસમાં મુકાયું છે, ત્યારે સરકારના ભવિષ્યના આયોજન માટે રૂપાલાનું આ બેઠકમાં હાજર રહેવું સૂચક છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ચર્ચા કરવા ગુજરાતથી દિલ્હી ગયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો