જામ ખંભાળીયાના હરીપર ખાતે રમત ગમત સંકુલનું ભૂમિ પૂજન

0
155

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા અને સાસંદ પુનમબેન માડમની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જામ ખંભાળીયાના હરીપર ખાતે મંજૂર થયેલ અંદાજે 11 એકર જમીનમાં 16.59 કરોડના ખર્ચે રમત ગમત સંકુલનું ભુમિ પુજન કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા અને સાસંદ પુનમબેન માડમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી મુળુભાઇ બેરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “દ્વારકા જિલ્લા જેવા છેવાડાના જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા અધતન સુવિધાઓ સાથેનું રમત ગમત સંકુલ જિલ્લાના રમતવીરો ખુબ જ ઉપયોગી નિવડશે.” કેન્દ્ર તથા રાજ્ય સરકારની રમત ગમતના ખેલાડીઓ માટેની સગવડતા અને તેમજ યોજનાઓ અંગે લેવામાં આવેલા પગલા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ખંભાળીયા નજીક હરીપર પાસે આશરે 11 એકર જેટલી વિશાળ જગ્યામાં નિર્માણ થનારા જિલ્લા રમત ગમત સંકુલમાં 400 મીટર એટલેટીક ટ્રેક, ગ્રાસી,ફુટબોલ, ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ, વોલીબોલ,ખો ખો, કબડ્ડી અને ટેનિસ સહિતની સુવિધાઓ સાથે ગ્રાઉન્ડમાં સવલતો પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક કુમાર શર્મા, જિલ્લા તેમજ શહેર ભાજપના હોદેદારો, કાર્યકરો, અધિકારીઓ, રમતવીરો અને શહેરી નો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનનું સંચાલન સિનિયર કોચ હિતેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.