Bhavnagar News:ભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં સગીર પર દુષ્કર્મ, નિવૃત્ત અધિકારીની ધરપકડ

0
125
Bhavnagar News
Bhavnagar News

Bhavnagar News: ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ભક્તિનગર લીલા સર્કલ નજીક રહેતા એક નિવૃત્ત અધિકારી પર પરિચિત પરિવારની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.

Bhavnagar News

Bhavnagar News: વિશ્વાસ જીતીને આચર્યું ઘૃણાસ્પદ કૃત્ય

મળતી માહિતી અનુસાર, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે. તેઓ ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. આરોપીએ સગીર બાળકીના પરિવાર સાથે સારો વ્યવહાર રાખીને તેમનો વિશ્વાસ જીત્યો હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદ મુજબ, બાળકીના માતા-પિતા નોકરી કરતા હોવાથી રોજ સ્કૂલેથી બાળકીને લાવવા-મૂકવાનો સમય ન મળતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તથા ઘરે આવવા-જવાની જવાબદારી સ્વીકારી હતી.

Bhavnagar News

Bhavnagar News: ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને ગુનો

ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનાવના દિવસે આરોપીની પત્ની અને અપરિણીત પુત્ર કામના કારણે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈને આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar News: પોલીસે આરોપીની અટકાયત કરી

ઘટનાની જાણ થતાં જ સગીર બાળકીના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ ઘટનાએ સમાજમાં માનવતા અને બાળ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આપણ વાંચો :Kinjal Dave : જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિવાદ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર