Bharuch Constituency :  ગુજરાતમાં સાચું યુદ્ધ તો ભરૂચ લોકસભામાં યોજાવાનું  છે !! વસાવા vs વસાવા માં કોણ મારશે બાજી ?  

0
207
Bharuch  lok sabha constituency
Bharuch  lok sabha constituency

Bharuch Constituency:  લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ માટે ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઈ શકે છે . આ બાજુ BJPએ ગુજરાતમાંથી ૧૫ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે તો બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ થઈ ચૂક્યું છે . અને ભરૂચ લોકસભા પરથી INDIA ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા અને સામે BJP ના ઉમેદવાર છે મનસુખ વસાવા. ત્યારે આજે સમજીએ ભરૂચ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ કેમ મનસુખ વસાવાને પસંદ કર્યા? આ પાછળ ભાજપનું શું ગણિત રહેલું છે? 

Bharuch Constituency : વસાવા vs વસાવા

Bharuch  lok sabha constituency

ભરૂચમાં અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા જોવા મળતું હોય છે. એકબીજા પર આડકતરી રીતે અથવા તો સીધી રીતે એકબીજા પર વાર કરવામાં આવતા હોય છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા. જ્યારથી ૨૦૨૩ના ઓક્ટોબર મહિનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર extortionનો કેસ થયો આ પછી જેલમાં ગયા પછી બહાર આવ્યા ત્યારથી જ ભરૂચ લોકસભા પર ચૈતર વસાવાએ ચૂંટણીનો માહોલ બનાવી લીધો છે.

Bharuch Constituency :  શું છે ભરૂચ લોકસભાનું ગણીત

Bharuch  lok sabha constituency

ભરૂચ લોકસભાને વિસ્તારથી સમજીએ તો આ ભરૂચ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝઘડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨ની વિધાનસભામાં ડેડીયાપાડા સિવાયની તમામ બેઠક BJPના ફાળે ગઈ હતી. જયારે એક માત્ર ડેડીયાપાડા પર આમ આદમી પાર્ટી એ વિજય પતાકા  લહેરાવી દીધી હતી.મહત્વનું છે કે ભરૂચ લોકસભા પર ૪૦ ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે. આ બેઠક વિશે તમને જણાવી દઈએ કે તે ઓપન સીટ છે. ૧૯૭૭ થી લઈ ૧૯૮૯ સુધી કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અહીંથી સાંસદ હતા , આ પછી BJP એ આ સીટ જીતવા ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખને ટિકિટ આપી , અને પછી  BJPએ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓમાં નાંદોદ વિધાનસભા પરથી  આજ ચંદુભાઈ દેશમુખના દીકરી Dr દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હતી .

Bharuch Constituency : મનસુખ વસાવા ભાજપમાં દમમારીને રહે છે

Bharuch  lok sabha constituency

વોટ શેરની વાત કરીએ તો ૨૦૦૪ માં આ વોટ શેર ૪૪.૦૧ ટકા હતો આ પછી વધીને ૨૦૧૯માં ૫૫.૪૭ ટકા થઈ ગયો હતો . પંરતુ ૨૦૧૯થી મનસુખ વસાવાનો આ કાર્યકાલ ખુબજ વિવાદોમાં રહેલો છે. તેમણે બહુ જ બધી વાર પોતાની પાર્ટી BJPનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે , જેમ કે ૨૦૨૦માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે Ministry Of enviroment એ નર્મદા જિલ્લાના ૧૨૧ આદિવાસી ગામોને ” Eco sensitive ZOne “માં નાખી દીધા હતા . જોકે આ પછી બીજા જ દિવસે તેમણે પોતાનું રાજીનામુ પાછું લઈ  લીધું હતું. 

Bharuch Constituency : આ પછી તેમણે BJPમાં બહારથી આવેલા નેતાઓને લઈ આવવા પરનો વિરોધ કર્યો હતો , પાછલા સપ્ટેમ્બરમાં તો તેમણે પોતાની પાર્ટીના નેતાઓ પર ચૈતર વસાવાને બહારથી BJPમાં લઈ લેવા પર ખુલ્લો વિરોધ કર્યો હતો.  હવે BJP પાર્ટી તો ખુબ જ શિષ્ટાચાર વાળી પાર્ટી છે , તેમાં તો જે વિરોધ કરે તે પૂરું થઈ જાય તો પછી મનસુખ વસાવાને કેમ ફરી રિપીટ કરાયા છે ?તો વાત એમ છે કે આદિવાસી વિસ્તારોમાં વોટિંગ પાર્ટી જોઈને નથી થતું પણ ચેહરાઓ પર થાય છે

Bharuch Constituency : PM સાથેની મુલાકાત બાદ વસાવા ફરીવાર બન્યા બીજેપીનો ચહેરો

Bharuch  lok sabha constituency

બીજું કે ફેબ્રુઆરીના મધ્યમાં જયારે મધ્યપ્રદેશના જાબુંઆમાં BJPનું  National Tribal કન્વેનશન ભરાયું ત્યારે  PM મોદી વિવિધ આદિવાસી નેતાઓને મળ્યા હતા ત્યારે મનસુખભાઈનું નામ આ કન્વેનશનમાં ચર્ચામાં આવ્યું હતું . આ કન્વેનશન પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે , મનસુખ વસાવા ફરી BJPનો ચેહરો બનશે . ત્રીજું કારણ કે મનસુખ વસાવાની છબી ખુબ જ સ્વચ્છ છે , તેમના બિઝિનેસ એટલે કે વેપારી પ્રજા સાથે ખુબ સારા સંબંધો છે. આ કારણોને ધ્યાનમાં રાખી બીજેપીએ મનસુખ વસાવાને ભરૂચ બેઠક માટે રિપીટ કર્યા હોય તેવી ગણતરી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો