પાકિસ્તાન લાહોરથી કરાચી સુધી ભારતના ડ્રોન હુમલા કેમ રોકી શકાયા નહીં? #IndiaPakistanWar2025 #OperationSindoor2 #gujaratinews #IndiaPakistanWar #OperationSindhoor #india #pakistan

0
104

લાહોરથી કરાચી સુધી ભારતના ડ્રોન હુમલા કેમ રોકી શકાયા નહીં? #gujaratinews #IndiaPakistanWar2025 #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #india #pakistan – ભારતના ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારતના અનેક વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ફરી એકવાર ભારતે તેને ધૂળમાં નાખી દીધો.

એટલું જ નહીં પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ, લાહોર, રાવલપિંડી, પેશાવર, કરાચી સહિત અનેક શહેરોમાં મિસાઈલ-ડ્રોન હુમલા કર્યા હતા. આ અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંસદની અંદર ખૂબ જ હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે. ખ્વાજા આસિફે સંસદમાં કહ્યું કે ગુરુવારે ભારતનો ડ્રોન હુમલો ખરેખર આપણા સ્થાન શોધવા માટે કરાયો હતો. આ ખૂબ જ ટેકનિકલ બાબત છે, તેથી હું તેને યોગ્ય રીતે સમજાવી શકતો નથી. પરંતુ આપણા સ્થાન લીક ન થાય અને શોધી ન શકાય તે માટે, અમે તેમને રોક્યા જ નહીં.

તેમણે કહ્યું કે પરંતુ આ ડ્રોન સલામત મર્યાદામાં આવ્યા, ત્યારે અમે તેમને તોડી પાડ્યા. પાકિસ્તાની નિષ્ણાત ડૉ. કમર ચીમાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દરેક વ્યક્તિ પૂછી રહ્યા છે કે આ ડ્રોન રાવલપિંડી કેવી રીતે પહોંચ્યા? આપણે તેમને કેમ ન રોક્યા? અમે તેને ઈન્ટરસેપ્ટ કર્યા હતા.

પરંતુ એન્ગેજમેન્ટ પછી તરત જ આપણી વેપન સિસ્ટમની વોર્નિંગ સિસ્ટમ ઓન થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતના ડ્રોન ડીટેક્ટ થયા હતા, અને તેને ફરીથી ખસેડવા પડ્યા હતા.

લાહોરથી કરાચી સુધી ભારતના ડ્રોન હુમલા કેમ રોકી શકાયા નહીં?

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સંસદમાં આપ્યો હાસ્યાસ્પદ જવાબ

પેશાવર-રાવલપિંડીમાં પણ ભારતના ડ્રોનને હુમલા કરવા દેવાયા : સંરક્ષણ મંત્રી

ભારત આપણું લોકેશન શોધી ના શકે એટલે અમે મિસાઈલ-ડ્રોન રોક્યા જ નહીં

ભારતના ડ્રોન ગ્રાઉન્ડ બેઝ ડિફેન્સ શોધવા આવ્યા હતા : ખ્વાજા આસિફ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે