Beyond Refunds: ઝડપી ડિલિવરીના જમાનામાં શું તમે તમારા ઘર સુધી પહોંચતા સામાનની ગુણવત્તા તપાસો છો? જો નહીં, તો હવે સાવધાન થવાની જરૂર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ જાણીતા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ ‘સ્વિગી ઇન્સ્ટામાર્ટ’ સામે કડક વલણ અપનાવતા તેને 9 નોટિસ ફટકારી છે.

Beyond Refunds: ગંભીર આરોપો અને ફરિયાદો
FSSAIને ગ્રાહકો તરફથી અનેક ફરિયાદો મળી હતી કે પ્લેટફોર્મ દ્વારા ખરાબ દૂધ, સડેલા ઈંડા અને એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. એક અત્યંત ચોંકાવનારા કિસ્સામાં, ગ્રાહકે બાળકોના ખોરાકની પ્રોડક્ટ ખરાબ હોવાની ફરિયાદ કરી તો કંપનીએ તેને બદલીને ફરીથી એ જ ખરાબ પ્રોડક્ટ ડિલિવર કરી હોવાનો આરોપ પણ લાગ્યો છે.
Beyond Refunds: શું છે મુખ્ય ખામીઓ?
તપાસ દરમિયાન FSSAIએ પ્લેટફોર્મની આંતરિક સિસ્ટમમાં મોટી ખામીઓ શોધી કાઢી છે:
- ખોટા લાયસન્સ: પ્લેટફોર્મ પર નોંધાયેલા અનેક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પાસે અમાન્ય, ખોટા અથવા તો લાયસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે.
- ટ્રેસિબિલિટીનો અભાવ: વિક્રેતાઓના સત્તાવાર નામ અને પ્લેટફોર્મ પરના નામ અલગ હોવાને કારણે ખોરાક ક્યાંથી આવે છે તે શોધવું મુશ્કેલ બન્યું છે.
- રિફંડ આપી હાથ ખંખેરવા: ફરિયાદોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવાને બદલે કંપની માત્ર રિફંડ આપીને ગ્રાહકોને સંતોષવાનો પ્રયાસ કરતી હોવાનો પણ ગંભીર આરોપ છે.
Beyond Refunds: ગ્રાહકોએ શું કરવું?
FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર પૈસા પાછા મેળવવા એ ઉકેલ નથી, કારણ કે એક્સપાયર થયેલો ખોરાક સ્વાસ્થ્ય માટે જીવલેણ બની શકે છે. જો તમને પણ આવો અનુભવ થાય, તો: ૧. Food Safety Connect App પર ફરિયાદ નોંધાવો. ૨. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો સંપર્ક કરો.
ક્વિક-કોમર્સ સામે લાલ આંખ
ભારતમાં ઝડપથી વધી રહેલા ક્વિક-કોમર્સ માર્કેટમાં ‘ફાસ્ટ ડિલિવરી’ની હોડમાં ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. FSSAI માત્ર સ્વિગી જ નહીં, પરંતુ અન્ય ફૂડ બ્રાન્ડ્સ અને ક્વિક-કોમર્સ કંપનીઓ પર પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે. જો સ્વિગી નિર્ધારિત સમયમાં યોગ્ય ખુલાસો નહીં આપે, તો કંપનીએ મોટી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરતના મોલમાં રિકવરી એજન્ટની કરપીણ હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ




