દિલની વાત 943 | સાયબર ચાલાકીથી સાવધાન … | VR LIVE

1
48
દિલની વાત 943 | સાયબર ચાલાકીથી સાવધાન ...
દિલની વાત 943 | સાયબર ચાલાકીથી સાવધાન ...

સાયબર ફ્રોડના વધુ ત્રણ કિસ્સા રાજ્યમાં સામે આવ્યા છે . વિડીઓ કોલ દ્વારા અજાણી યુવતી દ્વારા ફસાવવાની ઘટના હોય કે યુ ટ્યુબમાં વ્યુઝ કરીને શેર, લાઈક કરવાનો ટાસ્ક આપીને ખોટી લાલચે આપી છેતરપિંડી કરવામાં આવી હતી..અન્ય એક કિસ્સામાં ફર્નિચર વેચવાનું છે તેવો આર્મીના નામ પર મેસેજ આવે અથવા ખાનગી નંબર ઉપરથી તમારું વિજબિલ બાકી છે, કનેક્શન કટ થઈ જશે તેવો મેસેજ દ્વારા છેતરપીડી આચરવામાં આવી રહી છે ત્યારે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ ? શું એક નાગરિક તરીકે તમે કેટલા જાગૃત છો.? તમારા પર આવા પ્રકારના મેસેજ આવ્યા છે .. કેવું ધ્યાન રાખ્યું તમે ? આ અંગે સાઈબર એક્ષપર્ટ, પોલીસ અધિકારી અને સામાજિક આગેવાનો આ વિષય પર પ્રતિક્રિયા આપી

સાયબર ચાલાકીથી સાવધાન …

સાયબર ફ્રોડના સકંજામાં આવતા પહેલા વિચારો

સાયબર ફ્રોડના ભોગ બનો તો શું કરવું ?

જાણો સાઈબર એક્ષપર્ટ શું કહે છે

લોભામણી જાહેરાતોથી ચેતવું જરૂરી

કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ ?

વધુ રૂપિયા કમાવવાની લાલચ છોડો

એક નાગરિક તરીકે તમે કેટલા જાગૃત છો.?

ખોટી લાલચે લોકો બની રહ્યા છે છેતરપિંડીનો ભોગ

વિડીઓ કોલ દ્વારા અજાણી યુવતી દ્વારા ફસાવવાની ઘટના હોય કે યુ ટ્યુબમાં કે સો. મીડિયા માં વ્યુઝ કરીને શેર, લાઈક કરવાનો ટાસ્ક આપીને ખોટી લાલચે આપી છેતરપિંડી કરવામાં આવી હતી.. અ ઉપરાંત તાજેતરમાં મોબાઈલ એપ્લીકેશન માં ગેમ રમવાની લાલચે એક ચીની નાગરિક બે વર્ષ પહેલા ગુજરાતમાં થોડા દિવસ રોકીને સ્થાનિકોની મદદથી અંદાજે ૧૪૦૦ કરોડથી વધુની રકમ ઉઘરાવીને ભાગી ગયો અને ભોગ બનનારા તમામ લોકો આજે પણ ઓટના પૈસા ખોયાની વાતને લઈને દુખી છે,. હની ટ્રેપ , વિડીઓ કોલિંગ , મેસેજીસ, લલચામણી જાહેરાતોથી હમેશા બચવું જોઈએ અને સ્થાનિક પોલીસ અથવા સાઈબર ક્રાઈમ નો સંપર્ક કરવો જોઈએ. પોલીસ અને તંત્ર સતત તમારી મદદ માટે આગળ છે.

સાયબર ફ્રોડના વધુ ત્રણ કિસ્સા રાજ્યમાં સામે આવ્યા છે . વિડીઓ કોલ દ્વારા અજાણી યુવતી દ્વારા ફસાવવાની ઘટના હોય કે યુ ટ્યુબમાં વ્યુઝ કરીને શેર, લાઈક કરવાનો ટાસ્ક આપીને ખોટી લાલચે આપી છેતરપિંડી કરવામાં આવી હતી..અન્ય એક કિસ્સામાં ફર્નિચર વેચવાનું છે તેવો આર્મીના નામ પર મેસેજ આવે અથવા ખાનગી નંબર ઉપરથી તમારું વિજબિલ બાકી છે, કનેક્શન કટ થઈ જશે તેવો મેસેજ દ્વારા છેતરપીડી આચરવામાં આવી રહી છે ત્યારે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ ? શું એક નાગરિક તરીકે તમે કેટલા જાગૃત છો.? તમારા પર આવા પ્રકારના મેસેજ આવ્યા છે .. કેવું ધ્યાન રાખ્યું તમે ? આ અંગે સાઈબર એક્ષપર્ટ, પોલીસ અધિકારી અને સામાજિક આગેવાનો આ વિષય પર પ્રતિક્રિયા આપી

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.