HomeGujaratBetrayal of Friendship:  ડિંડોલીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની કરપીણ હત્યા, પોલીસે ડાંગમાંથી ત્રણ...

Betrayal of Friendship:  ડિંડોલીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની કરપીણ હત્યા, પોલીસે ડાંગમાંથી ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા

Betrayal of Friendship:  સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતાને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૈસાની સામાન્ય લેતી-દેતીના ઝઘડામાં ત્રણ મિત્રોએ મળીને પોતાના જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. ડિંડોલી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ત્રણેય હત્યારાઓને ડાંગ જિલ્લામાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Betrayal of Friendship: હત્યાનું કારણ: માત્ર 5 હજાર રૂપિયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રાજ દુબેએ આરોપીઓને 5 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. ઘણા સમયથી રાજ પોતાના આ પૈસાની માંગણી કરી રહ્યો હતો. ઘટનાના દિવસે જ્યારે રાજ દુબેએ આરોપીઓ પાસે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ વાતને લઈને બંને પક્ષે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા, આરોપીઓએ રાજ દુબે પર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે રાજનું મોત નીપજ્યું હતું.

Betrayal of Friendship: ડાંગથી ઝડપાયા હત્યારા મિત્રો

ઘટના બાદ ત્રણેય આરોપીઓ—જયેશ વૈષ્ણવ, હિતેશ કટિયારે અને પ્રશાંત શિંદે—ફરાર થઈ ગયા હતા. ડિંડોલી પોલીસ મથકની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસને જાણવા મળ્યું કે તેઓ ડાંગ વિસ્તારમાં છુપાયેલા છે. ડિંડોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ડાંગથી દબોચી લીધા હતા.

Betrayal of Friendship: પોલીસ અધિકારીનું નિવેદન

આ મામલે સુરત શહેર પોલીસના એસીપી એન. પી. ગોહિલે જણાવ્યું હતું કે, “મૃતક અને આરોપીઓ મિત્રો હતા. પૈસાની લેતી-દેતીમાં થયેલા વિવાદમાં મિત્રની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

હાલમાં ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

વધુ સામાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગિરનારમાં સિંહના હુમલામાં માસૂમનું મોત: એકના એક પુત્રની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું, વન વિભાગ સામે રોષ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments