બંગાળ ચૂંટણી: રાજ્ય ચૂંટણી પંચની સુપ્રીમમાં અરજી

0
165

પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.બંગાળ પંચાયત ચૂંટણીમાં કલકત્તા હાઈકોર્ટે પોતાના ચુકાદામાં પંચાયત ચૂંટણી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજ્ય ચૂંટણી પંચ રાજીવ સિન્હાને પંચાયત ચૂંટણી સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા શનિવારે રાજભવન બોલાવ્યા હતા. પંચાયત ચૂંટણીમાં હિંસાના સમાચાર સતત સામે આવી રહ્યા છે.

શું છે કલકત્તા હાઈકોર્ટનો આદેશ

પંચાયત ચૂંટણીમાં હિંસાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, પંચાયત ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય દળોની તૈનાતી અને ઉમેદવારી નોંધાવવાની તારીખ લંબાવવાની માંગ કરી. તેના પર હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય પોલીસની સાથે અર્ધલશ્કરી દળોનો ઉપયોગ કરવો જોઈએ. જો કે તેનો અંતિમ નિર્ણય રાજ્ય ચૂંટણી પંચનો રહેશે અને તે રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે નિર્ણય લઈ શકશે. કોર્ટે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ તમામ સંવેદનશીલ જિલ્લાઓ માટે કેન્દ્રીય દળોની માંગ કરશે અને તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

હાઇકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. મમતા બેનર્જીએ હાઈકોર્ટ પાસે પોતાના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી છે. દરમિયાન, રાજ્ય ચૂંટણી પંચ કલકત્તા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. કોંગ્રેસ નેતા અબુ હાસિમ ખાને પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસાની ઘટનાઓ બની રહી છે. આરોપ છે કે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. વિવિધ સ્થળોએ 30 થી વધુ હિંસક અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે.