લોકો ઓનલાઈનના માધ્યમથી ઘરકામ માટે માણસો બોલાવતા હોય છે.પરંતુ રાજકોટમાં એક પરિવારને આ રીતે ઘરે મેડ બોલાવવાનું ભારે પડી ગયુ છે. રાજકોટમાં એક મહિલા 9 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. આ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી.ત્યારે મહિલા ઝડપાતા રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચે મહિલાની ધરપકડ કરી છે.જે મેઈડ પ્લેસમેન્ટ એજન્સી થકી કામ કરતી હતી.અને માકાન માલિકનો વિશ્વસ કેળવીને તે જ મકાનમાં ચોરીને અંજામ આપતી હતી.