BCCIએ મહત્વનો નિર્ણય લીધો,વાંચો અહીં

0
90
BCCI took an important decision, read here
BCCI took an important decision, read here

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો મહત્વનો નિર્ણય

મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચના પદ માટે નામો ફાઈનલ

શુક્રવારે યોજાશે ઈન્ટરવ્યુ

BCCIએ મહત્વનો નિર્ણય લીધોઃભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ એક મોટો અને મજબૂત નિર્ણય લીધો છે. મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચના પદ માટે મોટા નામોને ફાઈનલ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે શુક્રવારે ઈન્ટરવ્યુ યોજાનાર છે. અમોલ મજુમદાર અને તુષાર અરોથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચના પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં સામેલ છે, જેમના ઇન્ટરવ્યુ 30 જૂને યોજાશે તુષાર અરોથે ભૂતકાળમાં ભારતીય ટીમના કોચ રહી  ચુક્યા છે, જ્યારે મજમુદાર IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમના કોચ રહી ચુક્યા છે અને બરોડાના કોચ બનવા માટે વાતચીત ચાલી રહી છે. ડરહામના પૂર્વ કોચ રહી ચૂકેલા ઈંગ્લેન્ડના જોન લુઈસે પણ આ પદ માટે અરજી કરી હોવાનું જાણવા મળે છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાયકની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) મુંબઈમાં ઈન્ટરવ્યુ લેશે.

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે આ મોટા નામો ફાઈનલ થયા

બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શુક્રવારે ઈન્ટરવ્યુ લેવામાં આવશે.” હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ડિસેમ્બરથી મુખ્ય કોચ વિના છે જ્યારે રમેશ પોવારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપ દરમિયાન બેટિંગ કોચ હૃષિકેશ કાનિટકરે ટીમની જવાબદારી સંભાળી હતી. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, ‘મને નથી લાગતું કે તુષારને પરત લાવવો સારો વિકલ્પ હશે. ટીમને નવા વિચારો ધરાવતા કોચની જરૂર છે. અમોલ જેવા કોચ તેને આગળ લઈ જવા યોગ્ય રહેશે..

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ