BARDOLI ASMITA SANMELAN : રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ માટે આજે ભેગા થયા છે, આજે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાની ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે.
BARDOLI ASMITA SANMELAN : રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. આ લડાઈ ક્ષત્રિય સમાજના છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે. જે અંતર્ગત આજે 28 એપ્રિલે બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવો હાજર રહ્યા છે.
BARDOLI ASMITA SANMELAN : તૃપ્તિબા રાઓલે આ પ્રસંગે સંબોધનમાં કહ્યું હતું કે તમે કો છો તલવાર કામની નથી પણ હમણાં મ્યાંનમાં છે. આપણી તલવાર આપણું મત બેંક છે અને EVMમાં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો. નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓરડીમાં મીટીંગ કરી રહ્યા છે. તમે પાસે 5 મીટરની પાઘડીમાં આટલું અભિમાન કરો છે અમે 10 મીટરની કેસરી સાડી પહેરીએ છે અમે પાવર હાઉસ છીએ.રૂપાલાની 60એ બુદ્ધિ નાઠી છે.
BARDOLI ASMITA SANMELAN : પ્રથમ સંમેલન રાજકોટમાં યોજાયું હતું
ઉલ્લેખનીય છે કે, રૂપાલાની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ ક્ષત્રિયોએ સૌપ્રથમ 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં અસ્મિતા મહાસંમેલન યોજ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિયોએ રણસંગ્રામ પાર્ટ-2 શરૂ કરવાની ઘોષણા કરી હતી તેમજ ક્ષત્રિયોએ લડી લેવા માટે તૈયારીઓ બતાવી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો