Bank Holidays March 2024 List: જો તમારે બેંકના મહત્વપૂર્ણ કામ કરવાના બાકી છે, તો તમે અત્યારે જ કરી શકો છો, કેમ કે હવે માર્ચ મહિનો આવી રહ્યો છે. અને આ માર્ચ મહિનામાં ઘણીબધી રજાઓ પણ આવી રહી છે, લગભગ આ માર્ચ મહિનામાં ૩૦ માંથી 14 દિવસ તો રજાઓ આવે છે, અમે તમારા માટે આખું લીસ્ટ લઈને આવ્યા છીએ કે આ માર્ચ મહિનામાં કયા કયા દિવસે રજા રહેશે, આ લીસ્ટ પર તમે એક નજર મારી લ્યો જેથી તમારે બેંક સુધી ધક્કો ના ખાવો પડે.

Bank Holidays March 2024 List : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માર્ચ મહિનાના બેંક હોલીડેની લિસ્ટ જાહેરી કરી દેવામાં આવી છે. માર્ચ મહિના ઘણી બધી રજાઓ આવવાની છે. જો તમારે માર્ચ મહિનામાં બેંક સંબંધિત કાર્યો પૂર્ણ કરવાના છે, તો તે પહેલા માર્ચ બેંક હોલીડેની લિસ્ટ ચેક કરી લો. જાણો રજાઓનું લિસ્ટ.

Bank Holidays March 2024 List : માર્ચ મહિનામાં શિવરાત્રી (Maha Shivratri), હોળી (Holi) અને ગુડ ફ્રાઈડે (Good Friday) સહિત રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજા સહિત ઘણા દિવસો બેંકોમાં રજા રહેવાની છે. માર્ચ મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં રજા (Bank Holiday March 2024) રહેવાની છે.

Bank Holidays March 2024 List : માર્ચ મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો
તારીખ | રજાનું કારણ | રાજ્ય |
1 માર્ચ | ચાપચુર કુટ | મિઝોરમ |
3 માર્ચ | રવિવાર | દેશભરમાં |
8 માર્ચ | મહાશિવરાત્રી | દેશભરમાં |
9 માર્ચ | બીજો શનિવાર | દેશભરમાં |
10 માર્ચ | રવિવાર | દેશભરમાં |
17 માર્ચ | રવિવાર | દેશભરમાં |
22 માર્ચ | બિહાર દિવસ | બિહાર |
23 માર્ચ | ચોથો શનિવાર | દેશભરમાં |
24 માર્ચ | રવિવાર | દેશભરમાં |
25 માર્ચ | હોળી/ડોલ યાત્રા | દેશભરમાં |
26 માર્ચ | યાઓસાંગ/હોળી | બિહાર, મણિપુર, ઓડિશા |
27 માર્ચ | હોળી | બિહાર |
29 માર્ચ | ગુડ ફ્રાઈડે | દેશભરમાં |
31 માર્ચ | રવિવાર | દેશભરમાં |
ગ્રાહકો બેંક હોલિડે દરમિયાન ઓનલાઈન બેંકિંગ (Online Banking) કરી શકે છે. આ સર્વિસ 24×7 ચાલુ રહે છે. આ સિવાય એટીએમ (ATM) જેવી સર્વિસનો પણ લાભ મેળવી શકે છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे