Bank Error : સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર , રાજ્યની 21 બેંકોના 700 કરોડના ટ્રાન્ઝેક્શન અટવાયા  

0
299
Bank Error
Bank Error

Bank Error : રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી, આ સર્વિસ હજુપણ ડાઉન છે, જેના કારણે હાલમાં રાજ્યમાં 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા છે.

Bank Error

Bank Error :    છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ ખોરંભે ચઢ્યુ છે. રાજ્યની 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે અને આની અસર દેશની 356 બેન્કો પર પણ પડી છે, તમામ ટ્રાન્ઝેક્શનો રવિવાર સાંજથી જ બંધ થઇ ગયા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, ખાસ પ્રકારનું સૉફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોના કામકાજ પર સૉફ્ટવેર એરરની અસર દેખાઇ છે, જોકે, આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના ડેટા સલામત હોવાનું કહેવાઇ રહ્યું છે. 

Bank Error

Bank Error :  દેશની 356 બેન્કોના કામકાજ પર અસર

અચાનક ઠપ્પ પડી ગયેલા બેન્કિંગ કામકાજ પર RBIએ પણ માહિતી આપી અને જણાવ્યુ હતુ કે, સ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ બેન્કિંગ કામકાજ શરૂ કરાશે. દેશની 356 બેન્કોના 5 હજાર કરોડના લેવડદેવડ પર અસર પહોંચતા જ આરબીઆઇએ તપાસ હાથ ધરી હતી અને ફૉરેન્સિક ઓડિટ કરાવીને રેન્સમવેર શોધી કાઢ્યું હતુ.

Bank Error :    આરબીઆઇએ જણાવ્યુ કે, રેન્સમવેરનો એટેક બ્રૉન્ટા ટેક્નોલોજીસની ઓસ્ટા નામની એપ પર થયો છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી UPI સહિતના ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે. બ્રોન્ટા ટેક્નોલોજી એ C-Edge કંપની સાથે જોડાયેલી છે. સૉફ્ટવેરની તપાસ બાદ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો શરૂ કરાશે, આમાં ખાસ કરીને રાજ્યમાં સહકારી બેન્કો એટલે કે જિલ્લા સહકારી બેન્કો, અર્બન કોઓરેટિવ બેન્કો અને ડિસ્ટ્રીક્ટ બેન્કોને વધુ અસર પહોંચી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો