bangalore water crisis : એક સમયે ગાર્ડન સિટી તરીકે ઓળખાતું બેંગ્લોર આજે પાણીના પ્રત્યેક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. આ માત્ર બેંગ્લોર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. અહીંના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંના કોચિંગ સેન્ટરો અને સ્કૂલો તેમના બાળકોને ઘરે રહીને ક્લાસ લેવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં, તાજેતરમાં જ બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ શટડાઉનની જાહેરાત કરી હતી.
બેંગલુરુના વિજયનગરમાં સ્થિત એક કોચિંગ સેન્ટરે તેના વિદ્યાર્થીઓને ‘ઇમરજન્સી’ને કારણે એક સપ્તાહ માટે ઓનલાઈન ક્લાસ લેવા કહ્યું. તે જ સમયે, શહેરના બેનરઘટ્ટા રોડ પરની એક શાળા બંધ કરવામાં આવી હતી. શાળા પ્રશાસને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસમાં હાજરી આપવા જણાવ્યું છે.
bangalore water crisis :આ સ્થિતિ માટે અલ નિનો જવાબદાર ?
ઈમરજન્સી એટલે પાણીની ગંભીર કટોકટી. કર્ણાટક આ વર્ષે જળ સંકટનો સામનો કરી રહ્યું છે. તેનું એક કારણ ગયા વર્ષે ઓછો વરસાદ છે. ભારતીય હવામાન વિભાગે ઓછા વરસાદને અલ નીનો અસર માટે જવાબદાર ગણાવ્યું છે.
bangalore water crisis : નાયબ મુખ્યમંત્રીના ઘરનો બોરવેલ સુકાઈ ગયો
bangalore water crisis : બેંગ્લોરમાં બગડતી પરિસ્થિતિનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે કુમારકૃપા રોડ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ઓફિસની અંદર પાણીના ટેન્કરો જોવા મળ્યા હતા. એ જ રીતે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે તાજેતરમાં કહ્યું હતું કે સદાશિવનગર સ્થિત તેમના ઘરનો બોરવેલ સુકાઈ ગયો છે.કર્ણાટકની રાજધાનીમાં રસ્તાઓ પર પાણીના ટેન્કરો જોવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય દિવસોમાં પાણીના ટેન્કરની કિંમત રૂ. 700 થી રૂ. 800 હોય છે, જ્યારે વધુ માંગ હોય ત્યારે આ ટેન્કરો રૂ. 1,500 થી રૂ. 1,800માં ઉપલબ્ધ હોય છે.
bangalore water crisis : તંત્ર શું પગલા લઇ રહ્યું છે ?
બેંગલુરુ શહેરના પ્રભારી ડેપ્યુટી સીએમ શિવકુમારે શહેરમાં પાણીની માંગને પહોંચી વળવા ખાનગી ટેન્કરો અને ખાનગી બોરવેલ ભાડે રાખવાની જાહેરાત કરી હતી. પાણી પહોંચાડવા માટે દૂધના ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવશે. સરકાર ટેન્કર દીઠ પાણીનો દર પણ નક્કી કરવા વિચારી રહી છે.
સિદ્ધારમૈયાના જણાવ્યા અનુસાર, કર્ણાટકના 136 તાલુકાઓમાંથી 123 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને 109 ગંભીર રીતે પ્રભાવિત છે. કર્ણાટક સરકારે પાણીની સમસ્યાના નિવારણ માટે તાલુકા સ્તરીય કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપવાનું પણ નક્કી કર્યું છે. પશુઓ માટે પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો અને ઘાસચારો મળી રહે તે માટે વિસ્તારના ધારાસભ્યના નેતૃત્વ હેઠળ તાલુકા કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે બુધવારે બેંગ્લોરમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે તે 1986 ના તાપમાન કરતા ઓછું છે. માર્ચ, 1986માં તાપમાન 37.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, પરંતુ આ મહિનાના અંતમાં થયું હતું. આ માર્ચમાં હજુ 24 દિવસ બાકી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો