Banaskantha News: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીના ચૂંટણી ફોર્મ રદ કરવા અરજી આપી..! બંનેના ફોર્મમાં ભારે ભૂલ

0
335

Banaskantha News: લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે (19-4-2024) અંતિમ દિવસ છે. જોકે આ પહેલા બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ભરેલા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં ભારે ભૂલો કરી છે. ફોર્મમાં ભૂલો સામે આવ્યા બાદ ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બંનેએ ફોર્મ રદ કરવા માટે અરજી આપી છે.

Banaskantha News: ડો.રેખાબેન ચૌધરીએ કરી આ ભૂલ

Banaskantha News: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીના ચૂંટણી ફોર્મ રદ કરવા અરજી આપી..! બંનેના ફોર્મમાં ભારે ભૂલ
Banaskantha News: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીના ચૂંટણી ફોર્મ રદ કરવા અરજી આપી..! બંનેના ફોર્મમાં ભારે ભૂલ

બનાસકાંઠાની વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી એ તેમના લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે તેમના ફોર્મમાં બી.એસ.સી અને એમ.એસ.સી વચ્ચે બે વર્ષના અંતરમાં ભૂલ હતી. આથી ફોર્મમાં ભૂલ જણાતા રેખાબેન ચૌધરીએ પોતાનું પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને બીજું ફોર્મ રજૂ કર્યું હતું. નવા ફોર્મમાં ભાજપના ઉમેદવારે  બી.એસ.સી 1999, એમ.એસ.સી 2001 અને પી.એચડી 2022 માં કરી હોવાના ત્રણ સુધારા કર્યા હતા.

Banaskantha News: ગેનીબેનના ફોર્મમાં ભૂલોનો ભંડાર

Banaskantha News: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીના ચૂંટણી ફોર્મ રદ કરવા અરજી આપી..! બંનેના ફોર્મમાં ભારે ભૂલ
Banaskantha News: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીના ચૂંટણી ફોર્મ રદ કરવા અરજી આપી..! બંનેના ફોર્મમાં ભારે ભૂલ

બીજી તરફ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભરેલા ફોર્મમાં પણ ભૂલ હોવાથી તેમણે પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને નવા 7 સુધારાઓ સાથે નવું ફોર્મ ભર્યું હતું. નવા ફોર્મમાં ગેનીબેન ઠાકોરે મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરાવ્યું હતું. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો