Ban On MLJK-MA : આતંકી પર મોદી સરકારની મોટી કાર્યવાહી

0
285
Ban On MLJK-MA:
Ban On MLJK-MA: કેન્દ્ર સરકારે બુધવારે (27 ડિસેમ્બર) મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ (MLJK-MA) પર પ્રતિબંધ મૂક્યો.

Ban On MLJK-MA: કેન્દ્ર સરકારે બુધવારે (27 ડિસેમ્બર) મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ (MLJK-MA) પર પ્રતિબંધ મૂક્યો. સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો (Ban On MLJK-MA) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યા હતા.

amit shah

Ban On MLJK-MA  : મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) ને UAPA કાયદા હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સોશિયલ સાઈટ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.

તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે. મસરત આલમ જૂથને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે UAPA લાગુ કરીને (Ban On MLJK-MA) પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

 Ban On MLJK-MA  :  જાણો કોણ છે મસરત આલમ ?

jklm 1

મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર એ મસરત આલમ ભટ્ટ દ્વારા સ્થાપિત સંસ્થા છે. મસરત આલમ ભટ્ટ 2019થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તે કાશ્મીરી કટ્ટરવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC) ના પ્રમુખ પણ છે. મસરત આલમ ભટ્ટની આ હોદ્દા પર વર્ષ 2021માં નિમણૂક કરવામાં આવી હતી.

મસરત આલમ ભટ્ટની ઉંમર 50 વર્ષની આસપાસ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની સામે આતંકવાદી ફંડિંગ અંગેનો કેસ નોંધ્યો હતો. 2010ના વર્ષમાં કાશ્મીર ખીણમાં મોટા પાયે જાહેર વિરોધ થયો હતો. આ પ્રદર્શનોમાં તેની ભૂમિકાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે (Ban On MLJK-MA).

lmjk

આરોપ છે કે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરે છે, તેની સાથેસાથે તે દેશ વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે. આ સંગઠન, છેલ્લા એક દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં યોજાતા વિરોધ પ્રદર્શનમાં મદદ કરતુ આવ્યુ છે.

તમે આ પણ વાંચી શકો છો

RBI Office Blast Threat :  RBI ને ઉડાવી દેવાની ધમકી આપનાર 3 શખ્સ વડોદરાથી ઝડપાયા