બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીએ કહ્યું છે કે, “કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે જેના માટે કેન્દ્રમાં કોંગ્રેસ, ભાજપ તથા અન્ય પાર્ટીઓની રહેલી સરકારો દોષિત છે. યુપીમાં ફક્ત બસપાની જ સરકારમાં કાયદા દ્વારા કાયદાનું શાસન સ્થાપિત કરીને સૌની સાથે ન્યાય કરાયો હતો.”