ગુરૂવારે એટલેકે આજે અને આવતીકાલે શુક્રવારે એમ કુલ બે દિવસ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઇ હવે ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે જેને લઇ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે બાબા બાગેશ્વર રાજકોટ આવ્યા હતા. જેમણે રાજકોટ આવી અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે રોકાણ કર્યું હતું. બાબાના દિવ્યદરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. રેસકોર્સ મેદાન ખાતે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહીત 600 થી વધુ જવાનોનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જ્યારે પાર્કિંગ તેમજ તેમના આશ્રય સ્થાન અને જનકલ્યાણ હોલ સહીત રસ્તા પર પાર્કિંગ સહિત સુવિધા માટે 600 જેટલા પોલીસ બંદોબસ્તમાં હશે. આમ બાબાની સુરક્ષામાં 1200 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી