યોગીની જેમ ભગવામાં દેખાતા બાબા બાલકનાથ બનશે રાજસ્થાનના સીએમ ?

1
87
યોગીની જેમ ભગવામાં દેખાતા બાબા બાલકનાથ બનશે રાજસ્થાનના સીએમ ?
યોગીની જેમ ભગવામાં દેખાતા બાબા બાલકનાથ બનશે રાજસ્થાનના સીએમ ?

યોગીની જેમજ દેખાતા ભગવા વસ્ત્રમાં બાબા બાલકનાથનું નામ હાલ રાજસ્થાનમાં જ નહિ પરંતુ દેશભરમાં ચર્ચાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં ફરી એક વાર પાંચ વર્ષ પછી સત્તામાં પહોંચી છે ત્યારે રાજસ્થાન ભાજપ સહિત પાર્ટીના હાઈકમાન્ડ પણ હાલ મંથન કરી રહ્યું છે . રાજસ્થાનમાં અશોક ગેહલોત પછી જો કોઈ લોકપ્રિય ચહેરો હોય સીએમ પદ માટે તો તે છે બાબા બાલકનાથ.. ચૂંટણી પહેલાના એક સર્વેમાં રાજસ્થાનની જનતાએ પૂર્વ સીએમ વસુધરા રાજે સિંધિયા પર નહિ પણ ભાજપના ઉમેદવાર અને અલવરના સાંસદ બાબા બાલકનાથ પર પોતાની પસંદગી ઉતારી હતી અને 10 ટકા લોકોએ તેમના નામ પર પસંદગી ઉતરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનને આ વખતે મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો મળી શકે છે. જેમાં હાલ જે નામ ચર્ચામાં છે તે જોઈએ તો દિયા કુમારી, અને બાબા બાલક્નાથના નામ હાલ ચર્ચામાં છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશની જેમજ ભાજપ બાબાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી શકે છે

બાબા બાલકનાથ રાજસ્થાનના અલવરથી સાંસદ છે અને ભાજપે તેમને તિજારા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતર્યા હતા. ભાજપના ફાયર બ્રાંડ નેતાઓમાં એક આ બાબાનો પહેરવેશ યોગી આદિત્યનાથ જેવોજ ભગવો છે અને ભાજપના હિન્દુત્વવાદી પ્રમાણે આ ચહેરો એક દમ બરાબર ફીટ બેસે છે. આ ચૂંટણી અગાઉ જયારે જયારે ભાજપ એકાઈની જાહેરાત કરી હતી તેમાં તેમને ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.

બાબા બાલકનાથનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ રાજસ્થાનના અલવર જીલ્લામાં કોહરા ગામના એક ખેડૂત પરિવારમાં થયો હતો . તેમના પિતાનું નામ સુભાષ યાદવ અને માતાનું નામ ઉર્મિલા દેવી છે. તેમના પરિવારમાં તેઓ એકમાત્ર સંતાન છે અને તેમના દાદા ફૂલચંદ યાદવ અને દાદી માં સંતરો દેવી જે પરિવાર સાથે જનકલ્યાણ અને સંતોની સેવામાં જોડાયેલા છે. બાબા બાલકનાથ યોગીને તેમના પરિવારે માત્ર 6 વર્ષની ઉમરે અધ્યાત્મના અભ્યાસ અર્થે મહંત ખેતાનાથ પાસે મોકલી દીધા હતા. યોગી આદિત્યનાથ જેવાજ ભગવા વસ્ત્રોમાં જોવા મળતા બાબા બાલકનાથ ફાયર બ્રાંડ નેતાની છાપ ધરાવે છે. ઉત્તરપ્તાદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે નાથ સંપ્રદાયથી આવે છે તે પ્રમાંનેજ બાબા બાલાકનાથ પણ નાથ સંપ્રદાયના મહંત છે. અને રોહતક સ્થિત બાબા મસ્ત્નાથના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરા મુજબ યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને રોહ્તકની ગાદીને ઉપાધ્યક્ષની પડવી હાંસલ છે તેથી બાબા બાલાકનાથ યોગીના ખુબ નજીકના માનવામાં આવે છે

1 COMMENT

Comments are closed.