AYURVEDIC SIRAP : સિરપ પીધું તો ગયા સમજો !! માર્કેટમાં વેચાઈ રહ્યું છે સસ્તું ઝેર

1
181
AYURVEDIC SIRAP
AYURVEDIC SIRAP

AYURVEDIC SIRAP  : ગુજરાતમાં હમણાંથી સિરપે મોકાંડ માંડી છે, ગુજરાતમાં આડેધડ સિરપ બનાવતી કંપનીઓનો રાફડો ફાટ્યો છે, અને એ પણ ગમે ત્યાંથી આસાનીથી મળી પણ રહે છે, ખેડા હોય કે રાજકોટ કે ગુજરાતનું કોઈ પણ શહેર તમામ જગ્યાઓથી પાન ગલ્લા પરથી આસાનીથી આયુર્વેદિક સિરપ (AYURVEDIC SIRAP) આસાનીથી મળી રહ્યું છે, ગુજરાતમાં તો દારૂબંધી છે, પરંતુ આયુર્વેદિક સિરપના નામે નશીલુ પીણું મળી રહ્યું છે, ખેડા (KHEDA) જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સેવન કરવાથી 6 જેટલા યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યાં હતા, ત્યારે આજે અમે તમને જણાવીશું આ આયુર્વેદિક શિરપ છે શું ? અને કેવી રીતે બને છે ? જોવો અમારો આ ખાસ અહેવાલ …..

AYURVEDIC SIRAP ભારતીય આયુર્વેદ અનેક એવી બીમારીઓને ઠીક કરવાનું સામર્થ્ય ધરાવે છે, જેનો ઇલાજ આજે પણ આધુનિક મેડિકલ સાયન્સ નથી શોધી શક્યું. આયુર્વેદમાં બીમારીઓને મટાડવા અને શરીરને ફરી શસક્ત બનાવવા માટે આલ્કોહોલિક પીણાં (AYURVEDIC SIRAP) નો ઉપયોગ કરવામાં આવે છે. આ પીણાં રોગ મટાડવા સાર્થક સાબિત થયા છે,  આલ્કોહોલિક પીણાંમાં  આસવ અને અરિષ્ટના રૂપમાં જોવા મળે છે.

આ ડ્રિંક્સમાં આલ્કોહોલ (alcohol)નું પ્રમાણ બહુ વધારે નથી હોતું, પરંતુ તેનું સેવન અપ્રમાણસર થતા તે નુકશાનકારક સાબિત થઇ રહ્યું છે. સામાન્ય રીતે આસવ અને અરિષ્ટમાં આલ્કોહોલનું પ્રમાણ 5થી 10 % જેટલું હોય છે. આ લેખમાં અમે તમને આસવ અને અરિષ્ટમાં રહેલા આલ્કોહોલિકની માત્રા વિશે જણાવીશું.

  • શું હોય છે આસવ અને અરિષ્ટ ? What is Asava and Arishta?

આસવ (Asava)અને અરિષ્ટ (arishta) એ બે હર્બલ પીણા છે, જે ઉત્પાદન દરમિયાન ઈથેનોલ (ethanol) પ્રોડ્યૂસ કરે છે. આ પીણાં જડીબુટ્ટીઓમાં પલાળીને આથો લાવીને બનાવવામાં આવે છે.

આ જડીબુટ્ટી પાવડર સ્વરૂપમાં હોઈ શકે છે અથવા ઉકાળા તરીકે પણ હોય છે, પછી આ જડીબુટ્ટીઓને ખાંડ અથવા ગોળના દ્રાવણમાં થોડા સમય માટે ત્યાં સુધી મિક્સ કરવામાં આવે છે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી તેને રાખવામાં આવે છે. આ દરમિયાન આ ડ્રિંક ફર્મેન્ટેશન પ્રોસેસમાંથી પસાર થાય છે, જેના કારણે આલ્કોહોલ (alcohol) બને છે. આ ડ્રિંકમાં રહેલા તમામ એક્ટિવ ઇન્ગ્રીડિયેન્ટને દૂર કરી દેવામાં આવે છે અથવા તો ગાળી લેવામાં આવે છે અને ડ્રીંક તૈયાર થાય છે.

  • અરિષ્ટને કઇ રીતે તૈયાર કરવામાં આવે છે? | How is Arishta prepared?

પાઉડર ઔષધિઓ અને ઔષધીય છોડ ઉમેરીને અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ કસાયા બનાવવામાં આવે છે. આ કસાયામાં લોકો તેના નેચરલ એસેન્સને જાળવી રાખવા માટે મધ કે ગોળ ઉમેરે છે. જે ઘટકો ઓગળ્યા નથી તે તમામને બહાર કાઢવામાં આવે છે અને ફિલ્ટર કરેલા કસાયાને ફર્મેન્ટેશન પ્રોસેસ માટે મોટા કન્ટેનરમાં રાખવામાં આવે છે.

અરિષ્ટ (arishta) ની રેસીપી મુજબ આ પ્રક્રિયા દરમિયાન મધને ગરમ કરીને તેમાં ઉમેરવામાં આવે છે. તૈયાર થયેલા માલને એક  કન્ટેનરને માટીના ઢાંકણથી બંધ રાખવામાં આવે છે અને ધારને માટીવાળા કાપડથી સાત સ્તરોમાં સીલ કરવામાં આવે છે. ત્યારબાદ આ કન્ટેનરને ખાસ રીતે ભૂગર્ભમાં અથવા ડાંગરમાં કે કોઇ ક્યુરેટેડ રૂમમાં રાખવામાં આવે છે, જેથી આથો લાવવા માટે યોગ્ય તાપમાન જાળવી શકાય. જો ઇચ્છિત તાપમાન જાળવવામાં ન આવે, તો ડેકોક્શનમાં સડાની ગંધ આવવાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે.

ફર્મેન્ટેશનની પ્રક્રિયા બાદ કવરને હટાવવામાં આવે છે અને કોઈપણ સમસ્યાને શોધવા માટે તેની તમામ સામગ્રીની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સાધના કહેવામાં આવે છે. કન્ટેનરને થોડા દિવસો પછી ખોલવામાં આવે છે, (AYURVEDIC SIRAP) ડ્રિંકને ગાળવામાં આવે છે અને ડિકેન્ટેશન કરવામાં આવે છે.

  • કેટલી માત્રામાં લેવું જોઇએ આસવ અને અરીષ્ટ? | Dosage of Asava and Arishta

જ્યારે આપણે દવાના ડોઝ વિશે વાત કરીએ છીએ, ત્યારે હંમેશાં સલાહ આપવામાં આવે છે કે પહેલા ચિકિત્સક સાથે વાત કરવી જોઇએ. યોગ્ય ડોઝ જાણવા માટે દર્દીએ યોગ્ય ચેકઅપ કરાવવું જોઈએ અને પછી સારવાર અને તેનો કોર્સ નક્કી કરવામાં આવે છે.

આસવ અને અરિષ્ટનો પરંપરાગત ડોઝ લગભગ 48-96 મિલી છે. પરંતુ તે દરરોજ લગભગ 50-100 ML સુધી બદલાઈ શકે છે, જે સવારે એકવાર અને બીજો રાત્રે આપવામાં આવે છે. બાળકો અથવા નબળા દર્દીઓ માટે સમાન ડોઝ ઓછો આપવામાં આવે છે.

  • ઇથેનોલ નહીં મિથેનોલ બની જાય તો…

આલ્કોહોલ બનાવવા માટેની પદ્ધતિનાં અંતે  કેમીસ્ટોના જણાવ્યા અનુસાર ઇથઇલ (ethanol) આલ્કોહૉલ બને છે પરંતુ જો તેનાં બદલે મીથાઇલ (METHYL) આલ્કોહોલ બને તો તે જોખમી સાબિત થઈ શકે છે.

આલ્કોહોલ બે જાતનાં હોય છે. ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ.પીવામાં જે વપરાય છે તે ઇથાઇલ આલ્કોહોલ હોય છે જે નુકશાનકારક નથી, પણ મિથાઇલ આલ્કોહોલ પીવા માટે કોઈ હિસાબે યોગ્ય નથી.

સ્પીરીટમાં મિથાઇલ (METHYL) આલ્કોહોલ હોય છે, જેથી તે કોઇ પી શકતું નથી. મિથેનોલનાં કારણે આંખોની રોશની જવાની તેમજ વધુ માત્રામાં લેવામાં આવે તો મોતનું કારણ પણ બની છે. આ શિરપકાંડમાં મિથેનોલ સિવાય બીજું કોઈ કેમિકલ ભેળવ્યું હોવાની પણ આશંકા છે.

  • ડોક્ટરનું શું કહેવું છે ?

સિરપના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો તેનું WHOની લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે. જો સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલની માત્રા વધુ જોવા મળે છે, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. જેના કારણે પેશાબ યોગ્ય રીતે નથી આવતો અને કિડનીમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. ગંભીર લક્ષણોમાં મૃત્યુનું જોખમ પણ થાય છે.

કડકડતી ઠંડી માટે થઇ જાઓ તૈયાર ! આ તારીખથી શરુ થશે હાડ થીજાવતી ઠંડી !

1 COMMENT

Comments are closed.