AYODHYA : ભગવાન શ્રી રામની સ્થાપના થયા બાદ ભક્તોનું ઘોડાપુર અયોધ્યામાં રોજ પહોંચી રહ્યું છે, ત્યારે હવે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ગુજરાત સરકારના મંત્રીઓ પણ જવાના છે, આવતીકાલે અમદાવાદ એરપોર્ટથી ગુજરાત સરકારનું મંત્રીમંડળ અયોધ્યા જવા રવાના થશે.

AYODHYA : અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રીઓ દર્શનાર્થે જઈ રહ્યા છે. આવતીકાલે અયોધ્યા દર્શને જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જશે.
AYODHYA : 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી

AYODHYA : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિષેક સમારોહ પછીના પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું, ‘ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ ભક્તો રામ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા.

AYODHYA : અત્યાર સુધી મંદિરમાં આવનારા ભક્તોની અંદાજિત સંખ્યા 50-60 લાખ છે. મંદિર તરફ ચાલતી વખતે કેટલાક ભક્તો ‘જય શ્રી રામ’ ના નારા લગાવે છે, જ્યારે કેટલાક અન્ય ભક્તો મંદિર તરફ ચાલતી વખતે રામચરિત માનસના ગીતો ગાય છે. મોટાભાગના લોકો તેમના જૂથ સાથે ખુલ્લા પગે ચાલે છે. મંદિરની અંદર ચડાવવામાં આવતી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ વેચતી નાની દુકાનો પણ રસ્તાના કિનારે વ્યસ્ત જોવા મળી રહી છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे