નવરાત્રીની ધૂમ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ દિવસથી જામી છે. આસો માસના પવિત્ર નવરાત્રીના દિવસોમાં શુભ કર્યો કરવામાં આવતા હોય છે. તેમાં પણ પોતાના ઘરે નવી ગાડી , ટુ-વ્હીલર લાવવાનું હોય ત્યારે ખાસ કરીને નવરાત્રીના દિવસો પસંદ કરવામાં આવતા હોય છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરવું તે આપની ભારતીય સંકૃતિમાં કહેવાયેલી છે અને આ પરંપરાને અનુસરીને અનેક પરિવારો પોતાની ખુશીઓ બે-ગણી કરવા માટે નવરાત્રી દરમિયાન પોતાના મનપસંદ વ્હીકલની ખરીદી કરતા હોય છે. માધ્યમ વર્ગીય પરિવારો તેમના બજેટમાં આવી કાર અને બાઈકની ખરીદી કરી રહ્યા છે ત્યારે સાધન સંપન વર્ગ પણ પોતાના કાર સિલેકશનમાં નવી ગાડીનો ઉમેરો કરી રહ્યા છે તે પણ નવરાત્રી પર્વ દરમિયાન ચાલો જાણીએ અમદાવાદના ઓટો મોબાઈલ ઉદ્યોગનમાં નવરાત્રી શરુ થતાજ વેચાણ કેવું રહ્યું .
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં હજારોની સંખ્યામાં ગાડીઓ અને બાઈકનું ધૂમ વેચાણ થયું છે. અંદાજે 500 ટુ -વ્હીલર અને ૧૬૦૦ જેટલી ફોર વ્હીલરનું બમ્પર વેચાણ થયું છે. આ જોતા ઓટો મોબાઈલ ઉદ્યોગને નવરાત્રી ફળી છે. કોરોના કાળ દરમીયા છેલ્લા ત્રણ વર્ષથી લગભગ સતત વેચાણ ઘટતું હતું ત્યારે આ વાશે ફરી એક વાર ઓટો મોબાઈલ ઉદ્યોગને જાણે વેચાણ રૂપી ઓક્સીજન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષની વાત કરીએ તો અંદાજે 1200 થી 1300 વાહનોનું વેચાણ થયું હતું જે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધ્યું. પરંતુ ઓટો મોબાઈલ ઉદ્યોગના ડીલરોને જે અંદાજ હતો વેચાણ થવાનો તે ઓછો છે કારણકે આ વર્ષથી ડીલરોને રજીસ્ટ્રેશનનું કામ સોપાતા વેચાણ પર અસર પડી છે.
મોંઘી કારોમાં જે વેચાણ થયું છે તે જોઈએ તો મહિન્દ્રાની નવી અપડેટ વર્જન ICE કારની એન્ટ્રી બજારમાં આવી રહી છે ત્યારે આ કરે પણ કરના શોખીને માટે ઇન્તેજારી વધારી છે અને નવરાત્રી દરમિયાન અને દિવાળી સુધીમાં વધુ વેચાણ જોવા મળશે. મહીન્ગ્ર SUV સપ્ટેમ્બરમાં માસમાં 40,000 થી વધુ કાર વેચાણ સાથે ભારત સહિત ગુજરાતમાં અવ્વલ નંબરે છે. અને નવરાત્રીમાં પણ તેનું વેચાણ હાલ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મહિન્દ્ર થાર ગાડીનું પણ વેચાણ વધુ પ્રમાણમાં જોવા મળ્યું.
મધ્યમવર્ગીય પરિવારોએ પણ પોતાના બજેટની કાર ખરીદવાનું પસદ કર્યું છે જેમાં 4 લાખથી લઈને 10 લાખ સુધીની ગાડીઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે જેમકે મારુતિ , કીવા SUV સહિતની કારોમાં પણ વેચાણ જોવા મળ્યું. બાઈક, એકટીવા સહિત ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ આ નવરાત્રી દરમિયાન વધુ થઇ રહ્યું છે.