ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત થઈ છે. વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. નેધરલેન્ડની ટીમે પ્રથમ કેટલીક ઓવરો બાદ સ્પર્ધામાંથી બહાર દેખાવાનું શરૂ કર્યું. નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 8 રનમાં 4 વિકેટ લીધી હતી. મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને પેટ કમિંસને 1-1 સફળતા મળી હતી.
વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે રચ્યો ઈતિહાસ
40 બોલમાં સદી ફટકારી
ગ્લેન મેક્સવેલની વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ સદી
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 240.91 હતો. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારીને 49 બોલમાં સદી પૂરી કરનાર દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પહેલા આ જ વર્લ્ડ કપમાં એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 રનમાં સદી ફટકારી હતી. મેક્સવેલની સદીની વાત કરીએ તો, તેણે નેધરલેન્ડના બોલરો પર જરા પણ દયા ન બતાવી. તે 39.1 ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે મેક્સવેલે ઈનિંગની 10થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.
ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 40 બોલ વિ નેધરલેન્ડ, 2023* ()
એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) – 49 બોલ વિ. શ્રીલંકા 2023
કેવિન ઓ‘બ્રાયન (આયર) – ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 બોલ, 2011
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 51 બોલ વિ. શ્રીલંકા 2015.
ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો
દિલ્હીમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત થઈ છે.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ