અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું

1
83
અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું
અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું

તંત્રના પ્રદુષણ નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે કારણકે અમદાવાદીઓ શ્વાસમાં હવા સાથે ઝેરી રજકણો લઇ રહ્યા છે. અમદાવાદ શહેરની હવામાં પ્રદુષણની માત્રામાં વધારો થયો છે અને ઝેરી કેમિકલ ફેકટરીઓ સતત ઝેર ઓકતી રહે છે. ક્યારેક નદીને પ્રદુષિત કરી રહી છે ક્યારેક શહેરની હવામાં ઝેરી રજકણો છોડીને હવાને પ્રદુષણ યુક્ત કરી રહી છે અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ફક્ત કાર્યવાહીના નામે કાગળ પર કાર્ય વહી કરતુ હોય તેવું લાગી રહ્યું છે કારણકે પ્રદુષણ મુક્ત ગુજરાતી વાતો હોય કે અમદાવાદ થી લઈને રાજ્યના અન્ય શહેરો ધીરે ધીરે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાઈ રહેલો ઝેરી ધુમાડો, હાનીકારક ઝેરી કેમિકલના રજકણો હવામાં છોડીને અમદાવાદીઓ સાથે આરોગ્યના ચેડા કરી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ શું માત્ર તમાશો જોવા માટેજ છે તેવા સવાલો થઇ રહ્યા છે. અમદાવાદની હવા ખરાબ થવાનો ગ્રાફ નીચે ગગડ્યો છે ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવાની અશુદ્ધિની વટ કરીએ to ગ્યાસપુર, મણીનગર વિસ્તારમાં સૌથી વધારે પ્રદુષિત છે . આ ઝેરી રજકણોની આડઅસર જોઈએ તો દમ, શ્વાસ,-ફેફસાના રોગીઓ માટે લાલ બત્તી સમાન છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરમાં હવામાં પ્રદુષિત રજકણો , ઝેરી ધુમાડો , વાહનોનો પ્રદુષણ યુક્ત ધુમાડો, ઔદ્યોગિક એકમો દ્વારા બેફીકર થઈને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોના ધજાગરા ઉડાડતા હોય એવું લાગી રહ્યું છે.

એક તરફ અમદાવાદ શહેરની હવામાં ઝેરી કેમિકલના રજકણો ફેલાઈ રહ્યા છે ત્યારે જાણીએ કયા વિસ્તારમાં કેટલો એર ક્વોલીટી ઇન્ડેક્ષ છે .

અમદાવાદના ગ્યાસપુર જી આઈ ડી સી અને મણીનગર વિસ્તારમાં 190, 184 , ચાંદખેડા ,

રખિયાલમાં 165, શાહીબાગ, કઠવાડા વિસ્તારમાં 165 અને 163, બોડકદેવ રામદેવનગર વિસ્તારમાં 156,

સેટેલાઈટ વિસ્તારમાં 155 અને 153, જોવા મળ્યો છે.

અમદાવાદમાં જો અજ પરિસ્થિતિ રહી તો દમ, શ્વાસ, ફેફસાના રોગથી પીડાતા દર્દીઓ માટે મુસીબર સાબિત થઇ શકે છે. પીરાણા, નારોલ. વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ધુમાડા ઓકતી ફેક્ટરી હવા પ્રદુષણ માટે મુખ્ય જવાબદાર પરિબળ હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં સૌથી વધુ હવા પ્રદુષણની માત્ર ગ્યાસપુરમાં 310 અને મણીનગરમાં 190 નોંધવામાં આવી. જે ચિંતાજનક સ્તર હતું. અમદાવાદમાં પીરાણા વટવા સહિતના વિસ્તારોમાં મોટા ભાગની ઝેરી કેમિકલ ઓકતા ઔદ્યોગિક એકમો આવેલા છે . અને તેની સંખ્યા બહોળા પ્રમાણમાં છે.

માત્ર અમદાવાદ્જ નહિ રાજ્યમાં અંકલેશ્વર, વાપી, ભરૂચ,, સુરત, સહિતના વિસ્તારોમાં પણ અશુદ્ધ હવા દિવસે ને દિવસે વધી રહી છે

1 COMMENT

Comments are closed.