અમેરિકામાં અન્ય દેશમાંથી અવાર નવાર ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ થાય છે..એક આવીજ ઘટના સામે આવી છે.જેમાં 8 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 લોકો ડૂબ્યા હતાં.8 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ મૃતકોમાં એક ભારતીય પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ થાય છે. કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે 8 મૃતદેહ મળી આવ્યા હતા. મહત્વનું છે એક ગુમ થયેલા બાળકની શોધવા માટે અહી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. આ અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે બંને પરિવારો સાથે શું થયું તે અંગે ઘણા સવાલોના જવાબ શોધવાની જરૂર છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મૃતદેહ મળી આવ્યા છે તેને ધ્યાનમાં લેતાં આ એક હ્રદયસ્પર્શી મામલો છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા તેમની સાથે અમારી સંવેદના છે. હાલ તો તેમની સાથે શું થયું તે સમજવાની જરૂર છે અને અમે આ સુનિશ્ચિત કરવા માટે અમે બને તેટલા ઝડપી પ્રયાસો કરીશુ.