HomeBreaking Newsઅતિકના વકીલ દયા શંકર મિશ્રાની ઘર બહાર ક્રૂડ બોમ્બથી હૂમલો!

અતિકના વકીલ દયા શંકર મિશ્રાની ઘર બહાર ક્રૂડ બોમ્બથી હૂમલો!

અતિક અહેમદની હત્યા બાદ પ્રયાગરાજમાં કટરા ગોબર ગલીમાં તેના વકીલ દયા શંકર મિશ્રાની ઘર બહાર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. હાલ ક્રૂડ બોમ્બના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કર્નલગંજ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બોમ્બ અતીકના વકીલ દયા શંકર મિશ્રાને ગભરાવવાના હેતુથી ફેંકવામાં આવ્યો છે. અતીકના વકીલ દયા શંકર મિશ્રાએ આ અંગે કહ્યું છે કે, “કુલ ત્રણ બોંબ ફેંકવામાં આવ્યા હતા. મને લાગે છે કે, આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે. આ બધું મને ડરાવવા માટે કરાઈ રહ્યું છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments