‘Ather 450 Apex’નું બુકિંગ શરૂ : કંપનીનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક સ્કૂટર 2024માં લોન્ચ થશે, Ola S1 Proને ટક્કર આપશે Ather 450 Apex

0
838

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની એથર એનર્જીએ તેમના ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather450Apexનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 2,500 રૂપિયાની ટોકન મની ચૂકવીને આ સ્કૂટરને બુક કરાવી શકે છે.

આના પરથી એવું માનવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં ઈ-સ્કૂટરને લોન્ચ કરી શકે છે. આ સ્કૂટરની ડિલિવરી આવતા વર્ષે માર્ચમાં શરૂ થવાની આશા છે.

નવા ટીઝરમાં Ather 450 Apexની ડિઝાઇન બતાવવામાં આવી
આ સાથે કંપનીએ ઈ-સ્કૂટરનું બીજું ટીઝર પણ રિલીઝ કર્યું છે. તેમાં સ્કૂટરની ડિઝાઈન અને બોડી શેપ દેખાઈ રહી છે, જે વર્તમાન મોડલ 450X જેવું છે. આ કંપનીનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ EVમાં અન્ય Ather મોડલ્સ કરતાં વધુ રેન્જ હશે. નવું ઈ-સ્કૂટર Ola S1 Proને ટક્કર આપશે.

સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 450S આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું
બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટઅપ કંપનીના સહ-સ્થાપક તરુણ મહેતાએ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ વાત શેર કરી છે. જેમાં નવી EVનું નામ વીડિયો ટીઝર સાથે જાહેર કરવામાં આવ્યું હતું. વીડિયોમાં 450 એપેક્સ સ્કૂટરની સવારીનો એક્સપિરીયન્સ શેર કરવામાં આવ્યો છે.

મહેતાએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કંપની 10 વર્ષ પૂર્ણ કરતી હોવાથી તે તેની 450 રેન્જને વધારવા પર ધ્યાન ફોકસ કરી રહી છે.’ હાલમાં જ કંપનીએ ભારતીય બજારમાં સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 450S લોન્ચ કર્યું છે.

નવું ઈ-સ્કૂટર ટ્રાન્સપેરન્ટ બોડી પેનલ સાથે આવશે

અગાઉ, મહેતાએ X પર આગામી Ather ઇલેક્ટ્રિક સ્કૂટરનો ફોટો શેર કર્યો હતો, જેમાં સ્કૂટરની પારદર્શક પેનલ્સ દેખાય છે. આગામી મોડલને સીરીઝ 2 કહેવામાં આવશે અને તે આવનારી ન્યૂ-જનરેશન 450X નું સ્પેશિયલ એડિશન મોડલ હોવાની અપેક્ષા છે. તે હજુ સ્પષ્ટ નથી કે નેક્સ્ટGen 450X માં હાલના Gen-3 450X જેવા જ ફિચર્સ હશે અથવા કંઈક અલગ ઓફર કરવામાં આવશે.

Ather Energyનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કૂટર
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ Ather Energyનું સૌથી ઝડપી સ્કૂટર મોડલ હશે. સ્પીડ વધારવા માટે કંપનીએ 450 એપેક્સમાં ઘણા ફેરફાર કર્યા છે. ખાસ કરીને તેના હાર્ડવેરમાં ફેરફાર જોવા મળશે. આ સિવાય સ્કૂટરના ઘણા સોફ્ટવેરને પણ અપગ્રેડ કરી શકાય છે.

Ather 450 Apex ના અન્ય ફીચર્સ
જો આપણે Thr 450 Apexના અન્ય ફીચર્સ પર નજર કરીએ તો કંપની તેમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપી શકે છે, આ સિવાય ગ્રાફિક્સમાં પણ ઘણા ફેરફારો જોવા મળી શકે છે. કંપની ચાર્જિંગ સમય સુધારવા પર ધ્યાન આપી શકે છે.

ફેમિલી ઈ-સ્કૂટર પણ લોન્ચ કરવામાં આવશે
450 Apex સિવાય, Ather આગામી વર્ષ માટે અન્ય ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરી રહી છે, જે હાલના મોડલ્સ કરતાં વધુ સસ્તું હશે. જો કે, કંપનીએ હજુ સુધી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી શેર કરી નથી. આ ઈ-સ્કૂટર 450Xની જેમ સિંગલ ચાર્જમાં 120 કિમીની રેન્જ આપશે, પરંતુ કિંમત ઓછી હોવાને કારણે તેમાં પરફોર્મન્સ અને ફીચર્સ ઓછા મળી શકે છે.