Astronaut Dead Body : શું તમે જાણો છો અવકાશયાત્રીનું અવકાશમાં મોત થાય તો શું કરાય છે મૃતદેહનું ?

0
191
Astronaut Dead Body
Astronaut Dead Body

Astronaut Dead Body : ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ અને અમેરિકન અવકાશયાત્રીઓ બૂચ વિલ્મૉર હાલ સ્પેસમાં છે, અને તેમના બોઈંગ સ્ટારલાઈનરની વાપસીમાં અડચણો આવી રહી છે, સતત ૩ પ્રયાસ પછી પણ તેમનું સ્પેસ વાહન પુર્થ્વી પર પરત આવવામાં સક્ષમ થયું નહોતું, નાસા તરફથી આગળના પ્રયાસ માટે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, આશા રાખીએ બંને એસ્ટ્રોનોટ જલ્દીથી પુર્થ્વી પર પરત આવે,

Astronaut Dead Body

Astronaut Dead Body :  જોકે આજે અમે તમને કૈક અલગ માહિતી આપવા જઈ રહ્યા છીએ, ભગવાન ના કરે અને કોઈ વૈજ્ઞાનિકનું અવકાશમાં મૃત્યુ થાય છે તો શું પગલા લેવામાં આવે છે ? સ્પેસ મિશન દરમિયાન અવકાશયાત્રીનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવશે? શું વૈજ્ઞાનિકોના મૃતદેહને પરત પુર્થ્વી પર લાવાવવામાં આવે છે ? આવા અનેક સવાલોના જવાબ આ લેખમાં આપવાનો પ્રયાસ કર્યો છે.         

સ્પેસ મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 અવકાશયાત્રીઓ મિશન દરમિયાન જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે વિશ્વભરમાં સ્પેસ મિશનની રેસને લઈને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે અવકાશયાત્રીઓના મૃત્યુમાં વધારો, ભગવાન ના કરે જો આવું ક્યારેય થાય તો શું થશે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો અવકાશયાત્રી મિશનની મધ્યમાં મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવશે?

Astronaut Dead Body

અવકાશ મિશન ઘણા દિવસો અને ઘણા મહિનાઓ સુધી ચાલે છે, તેથી જો કોઈ અવકાશયાત્રી મિશનની વચ્ચે મૃત્યુ પામે છે, તો મિશન પરત ન આવે ત્યાં સુધી અવકાશયાત્રીના શરીરને સુરક્ષિત રાખવું શક્ય નથી, આવી સ્થિતિમાં અવકાશયાત્રીઓએ અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે. ચાલો સમજીએ શું?

Astronaut Dead Body :  જો અવકાશયાત્રી મૃત્યુ પામે તો શરીરનું શું થાય?

Astronaut Dead Body

સ્પેસ મિશન દરમિયાન જો અવકાશયાત્રીનું મૃત્યુ થાય છે, તો તેના મૃતદેહને પરત લાવી શકાતો નથી, હકીકતમાં અવકાશયાનમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે, આવી સ્થિતિમાં લાશને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાતી નથી, આવી સ્થિતિમાં લાશને એરલોક સૂટમાં તેને પેક કરીને અવકાશમાં છોડવામાં આવે છે. અવકાશયાત્રીનું શરીર સદીઓ  સુધી બ્રહ્માંડના અંધકારમાં ફરતું રહે છે, આકાશમાં ઠંડીને કારણે તે સડતું નથી કે કોઈ દુર્ગંધ નથી. તે એક રીતે આઇસ મમી બની જાય છે.

Astronaut Dead Body :  છેલ્લો નિર્ણય ક્રૂ કરે છે

Astronaut Dead Body

સ્પેસ મિશનની સાથે સાથે એક કેપ્સ્યુલ પણ આપવામાં આવે  છે જેમાં અવકાશયાત્રીના શરીરને સુરક્ષિત રાખી શકાય છે, અવકાશની ઠંડીને કારણે તેનું તાપમાન એવું થઈ જાય છે કે શરીરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય, પરંતુ આ નિર્ણય  ક્રૂ પર નિર્ભર છે કે તેઓ મૃત શરીરને પોતાની સાથે રાખી શકે છે કે નહીં, જો અવકાશયાનમાં જગ્યા ન હોય અને મિશન લાંબું હોય તો શરીરને આકાશમાં છોડી દેવાનો એકમાત્ર વિકલ્પ છે.

Astronaut Dead Body :  ડેડ બોડી અવકાશમાં ફરતી રહે છે

Astronaut Dead Body

અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, આવી સ્થિતિમાં બધું જ આકાશમાં તરતું હોય છે, આવી સ્થિતિમાં અવકાશયાત્રીનું શરીર આકાશમાં છોડી દેવામાં આવે તો તે વર્ષો સુધી અવકાશમાં આ રીતે તરતું રહે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે અવકાશની ઠંડીમાં મૃત શરીર સેંકડો વર્ષો સુધી સુરક્ષિત રહી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો