Astro Guide: વાંચો તમારું 05 ડિસેમ્બરનું રાશિફળ

0
96
Astro Guide
Astro Guide
Astro Guide

Astro Guide: આજનું રાશીફળ

🐏 મેષ: કાર્ય સાથે સામાજિક અને વ્યવહારિક કામોમાં વ્યસ્તતા રહેશે. કામનો ઉકેલ મળવાથી ખુશી અનુભવાશે.

🐂 વૃષભ: મહત્વના કામમાં સરળતા વધશે. અગત્યના નિર્ણયો લેવા સાનુકૂળતા મળશે.

👬 મિથુન: રાજકીય-સરકારી તથા ખાતાકીય કામમાં સંભાળ રાખવી જરૂરી. આકસ્મિક ખરીદીથી નાણાંભીડ થઈ શકે.

🦀 કર્ક: સીઝનલ બિઝનેસમાં અચાનક ઘરાકી વધશે. કાર્યની કદરથી ઉત્સાહ વધશે.

🦁 સિંહ: કામ સાથે પરિવાર અને મિત્રવર્તુળના કાર્યોમાં વ્યસ્તતા. કાર્યમાં ઉકેલ મળતો જશે.

👧 કન્યા: જૂના મિત્રો અને સ્વજનોની મુલાકાતથી આનંદ. સહકર્મી અને સ્ટાફવર્ગનો સહકાર મળશે.

⚖️ તુલા: દિવસની શરૂઆતથી સૂસ્તી અને બેચેની बनी રહે. તબિયતમાં અસ્વસ્થતા. કામ કરવાની ઇચ્છા નહીં થાય.

🦂 વૃશ્ચિક: કાર્ય સાથે સંસ્થાકીય અને જાહેરક્ષેત્રના કાર્યોમાં વ્યસ્તતા. રાજકીય-સરકારી કામ બનશે.

🏹 ધનુ: પોતાના કાર્ય સાથે અન્ય સહકર્મીઓના કામ પણ આવી જતા ભાર અને દોડધામ વધશે.

🐐 મકર: કાર્યમાં અચાનક સાનુકૂળતા મળશે. સંતાનના કામમાં પણ સરળતા રહેશે.

🏺 કુંભ: કામકાજ રહે છતાં મનને શાંતિ નહીં મળે. મિત્રવર્ગ અંગે ચિંતા અનુભવાય.

🐟 મીન: ઉપરી અધિકારીઓ, મિત્રો અને સહકર્મીઓનો સહકાર મળશે. પરદેશ સંબંધિત કામમાં પ્રગતિ દેખાશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

#PutinInIndia  : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પ્રવાસે , પીએમ મોદીએ રેડ કાર્પેટ પર કર્યું ભવ્ય સ્વાગત