Astrazeneca Oxford vaccine :  વેક્સીનથી વધી રહેલા  હાર્ટ એટેકના ડરથી લોકો મોટી માત્રામાં લઇ રહ્યા છે બ્લડ થિનર, જાણો તેના ગેરફાયદા

0
433
Astrazeneca Oxford vaccine
Astrazeneca Oxford vaccine

Astrazeneca Oxford vaccine :  વેક્સીન બનાવતી ગ્લોબલ જાયન્ટ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ ઓક્ષફર્ડ યુનીવર્સીટી સાથે વિકસાવેલી કોરોના વાયરસ પ્રતિકારક વેક્સીન(Astrazeneca Oxford vaccine)ને કારણે બ્લડક્લોટીંગ જેવી ગંભીર આડ અસર થતી હોવાનો ખુલાસો થયા બાદ દુનિયાભર હોબાળો મચી ગયો છે. એવામાં કંપનીએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ વૈશ્વિક માર્કેટમાંથી વેક્સીનના તમામ ડોઝ પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસી(Covishield vaccine)નો પણ સમાવેશ થાય છે.

1 100

Astrazeneca Oxford vaccine :    બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન આ દિવસોમાં વિવાદમાં છે. આ ફોર્મ્યુલા પર ભારતમાં કોવિશિલ્ડ બનાવવામાં આવ્યું છે. આ રસી વિશે કહેવામાં આવી રહ્યું છે કે રેર કેસોમાં આડ અસર જોવા મળી શકે છે. તેને લેવાથી પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે, જેનાથી બ્લડ ક્લોટિંગ થાય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોએ આ રસી લીધી છે તેમને હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ રસી લેનારાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બ્લડ થિનરનો ઉપયોગ વધવા લાગ્યો છે. કંપનીનો દાવો છે કે આવા કિસ્સાઓ બહુ ઓછા છે, તેથી ઉતાવળમાં બ્લડ થિનર લેવાથી ઘણી ગંભીર આડઅસર થઈ શકે છે.

Astrazeneca Oxford vaccine :   બ્લડ થિનર શું હોય છે

32

બ્લડ થિનર એવી દવાઓ છે જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. આ બ્લડ ક્લોટિંગને અટકાવે છે. તેમના સેવનથી બ્લડ ક્લોટને વધતા અટકાવી શકાય છે. બ્લડ ક્લોટિંગ થવાના કારણે નસોમાં બ્લોકેજ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે.

Astrazeneca Oxford vaccine :   બ્લડ થિનરના ગેરફાયદા

  • -પેટ ખરાબ, ઉબકા અને ઝાડા
  • -પીરિયડ દરમિયાન સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ
  • -પેશાબ લાલ થઈ જવું
  • -પેઢા અને નાકમાંથી રક્તસ્ત્રાવ
  • -ઉલટીનો રંગ ભૂરો અથવા લાલ
  • -માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો
  • -ઇજા થતા લોહી બંધ ના થવું

Astrazeneca Oxford vaccine :   કોણે લેવું જોઇએ બ્લડ થિનર

  • -હૃદય અથવા બ્લડ વેસેલ્સની બીમારીના શિકાર લોકો
  • -એટ્રિયલ ફિબ્રિલેશન
  • -હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ કરનારાઓ
  • -કોઈપણ સર્જરી પછી બ્લડ ક્લોટ થવાનું જોખમ
  • -હૃદય રોગના કિસ્સામાં ડૉક્ટરની સલાહ પર

બ્લડ થિનર લેતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

4 37

લોહી પાતળું કરતી દવાઓ લેતી વખતે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. લોહી પાતળું કરતી દવાઓ અમુક ખોરાક, વિટામિન્સ અને આલ્કોહોલ સાથે રિએક્શન કરે છે. સમયાંતરે લોહીની તપાસ કરાવવી જોઈએ. તમારે ડૉક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો