પશ્રિમ બંગાળમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હતી..હુગલમીં હિંસા યથાવત છે.40 જેટલા લોકોની હિંસમાં ધરપકડ કરવામાં આવી છે.આ અંગે મમતા બેનર્જીએ પણ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ જણાવ્યું છે કે હિંસક ઘટનાઓ માટે જવાબદાર લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને કાયદા અનુસાર તેની હરાજી કરવામાં આવશે. ગુનેગારોની મિલકતની હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ પીડિતોને મદદ કરવા માટે કરવામાં આવશે. હુગલીમાં હિસાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે